વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે શું ઓસ્ટ્રેલિયા નહીં રમે, કેપ્ટ્ન શું કહ્યું જાણો

Uncategorized

ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો કેપ્ટન ટિમ પેને T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ક્રિકેટ ટીમના રમવા પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓના રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે એવામાં તેનું માનવું છે કે કેટલીક ટીમો આગામી મહિને થનારા T20 વર્લ્ડ કપમાંથી હટી શકે છે કે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની ના પાડી શકે છે. ટિમ પેને આ મુદ્દા પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની નિયત પર પણ સવાલ ઊભા કર્યા છે.

ICC અત્યાર સુધી એ નક્કી કરી શકી નથી કે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનની મહિલાઓના ક્રિકેટ રમવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે કઈ રીતે કાર્યવાહી કરી શકાય જ્યારે અફઘાનિસ્તાનની મેન્સ ક્રિકેટ ટીમ 17 ઓક્ટોબરથી થનારા T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા જઈ રહી છે. ICCના નિયમો મુજબ ટેસ્ટનો દરજ્જો મેળવનારા દેશોની સક્રિય મહિલા ક્રિકેટ ટીમ હોવી જરૂરી છે પરંતુ તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વાત ઓસ્ટ્રેલિયના કેપ્ટનને ખટકી રહી છે.
ઓસ્ટ્રેલિયાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો તાલિબાન મહિલાઓની રમવાની ભાગીદારી પર પોતાની રણનીતિમાં બદલાવ નથી લાવતું તો નવેમ્બરમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ હોબાર્ડમાં થનારી પહેલી ટેસ્ટ રદ્દ કરી દેવામાં આવશે. ટિમ પેને સ્પોર્ટ્સ રેડિયો સાથે વાતચીતમાં કહ્યું કે એ ખૂબ જ હેરાન કરનારું છે કે T20 વર્લ્ડ કપની શરૂઆત થવામાં હવે માત્ર એક મહિનાનો જ સમય બચ્યો છે અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ અત્યારે પણ તેનો હિસ્સો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી આ બાબતે બોર્ડના મંતવ્ય સાથે છે અને જો પરિસ્થિતિ એવી જ રહી તો તેની અસર T20 વર્લ્ડ કપ પર પડી શકે છે પરંતુ ICC તરફથી તાલિબાનના મુદ્દે આપણને અત્યાર સુધી કશું જ સાંભળવા મળ્યું નથી.
શું બીજા દેશ પણ T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ભાગ લેવાને લઈને સવાલ ઊભા કરી શકે છે? એમ પૂછમાં આવતા તેણે કહ્યું કે મને એમ લાગે છે અને આ બાબતે દરેક ટીમ સાથે ચર્ચા કરવામાં આવશે. બની શકે કે કેટલાક દેશ ટૂર્નામેન્ટમાંથી હટી જાય કે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની ના પાડી દે. મને લાગે છે કે T20 વર્લ્ડ કપની શરૂઆત થવાની બરોબર પહેલા ટીમો આ બાબતે કોઈ નિર્ણય લઈ શકે છે. હાલમાં ICCએ આ મુદ્દા પર પોતાનું મંતવ્ય સ્પષ્ટ કર્યું નથી.
તેણે કહ્યું કે જો ટીમો અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાથી પાછળ હટી રહી છે અને સરકાર તેમને આપણે ત્યાં મુસાફરી કરવાની મંજૂરી આપી રહી નથી તો આ રીતેની ટીમને ICC ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી કઈ રીતે આપી શકે છે. એ ખૂબ મુશ્કેલ થવાનું છે. ટિમ પેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ અફઘાનિસ્તાનની T20 ટીમના કેપ્ટન રાશીદ ખાને પોતાનું પદ છોડી દીધું હતું. તે એ વાતથી નિરાશ હતો કે T20 વર્લ્ડ કપની ટીમની પસંદગીમાં તેની કોઈ સલાહ કેમ ન લેવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *