આપનો ભારત દેશ સંસ્કૃતિ નો દેશ છે. ભારત ને મંદિરો નગરી કહેવામાં આવે છે. પરંતુ ભારત ની સંસ્કૃતિ નો સમન્વય વિદેશ ની ધરતી પર પણ જોવા મળે છે. વિશ્વમાં એવો કોઈ દેશ નહીં હોય કે જ્યો ગુજરાતી અને મંદિરો નહીં હોય , અમેરિકા અને બ્રિટન ની ધરતી પર પણ મોટા મંદિરો આવેલા છે પરંતુ હવે નવું એક મંદિર આ ધરતી પર આકાર લઇ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં વસતા જૈન પરિવારો માટે મેલબોર્નમાં શિખરબદ્ધ જૈન મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ મંદિરને ગુજરાતના ૬૦૦ જેટલા શિલ્પકારો બનાવી રહ્યાં છે. મંદિરના નિષ્ણાંત રાજેશ સોમપુરાના માર્ગદર્શન પ્રમાણે આ મંદિર બને છે.
મેલબોર્નમાં તૈયાર થઇ રહેલા આ મંદિરની ખાસિયત એવી છે કે આ મંદિરને ૧૦૦૦ વર્ષ સુધી કંઇ થશે નહીં. ત્રણ વર્ષમાં આ જિનાલય તૈયાર કરાશે. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ પણ સોમપુરા સમાજના શિલ્પીઓ દ્વારા થઇ રહ્યું છે તેવી રીતે ઓસ્ટ્રેલિયાના આ મંદિરમાં પણ સોમપુરાનો મહત્વનો રોલ છે.
આ જૈન મંદિરના બાંધકામ માટે ૧૫૦૦ ટન જેટલા માર્બલનો ઉપયોગ થશે અને તે માર્બલ રાજસ્થાનથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જશે. આ મંદિરમાં લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ થવાનો નથી. રાજસ્થાન ઉપરાંત કેટલાક માર્બલ ગુજરાતમાંથી પણ જવાના છે.
આ જૈન મંદિર તૈયાર થશે ત્યારે ઓસ્ટ્રેલિયાનું તે સૌથી ઉંચું શિખરબદ્ધ જિનાલય હશે. તાજેતરમાં આ જિનાલયનો શિલાન્યાસ થયો છે અને ૩૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જગવલ્લભ સૂરીશ્વરજી મહારાજની હાજરીમાં આ શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.