ભારત દેશ દેવી દેવતાઓના ચમત્કારોથી ભરેલો દેશ છે. હિન્દૂ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે ઘણાં દેવી દેવતાઓના પ્રસિદ્ધ મંદિર આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને પૂજા અર્ચના કરતા હોય છે. દરેક ધર્મ માટે પોતાનું પૂજા સ્થળ ભાવનાનું કેન્દ્ર હોય છે. જ્યાં દરેક ભક્ત પોતાની રીતે મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પૂજા અર્ચના અથવા શ્રદ્ધા પૂર્વક ભેટ ચડાવતા હોય છે.
એક એવા પૂર્ણ પુરુષ જેમને જાતિ, ધર્મ, સંપ્રદાય, ઊંચ નીચ, અમીરી ગરીબી નો ભેદ ઉડાવીને સૌને માનવતાનો ભાઈચારો અને સમાનતાનો સંદેશ આપ્યો. એવા મહાપુરુષને હિન્દૂ બાબા રામદેવ અને મુસલમાન બાબા રામસા પીર ના નામથી એક લોકદેવતા પર શ્રધ્ધનાં નામે તેમની સમાધિ પર માથું ટેકવીને જીવન ધન્ય કરતા હોય છે.
બાબા રામદેવપીર પર વિશ્વાસ રાખવાવાળા ની માન્યતા છે કે બાબાની સમાધિ પર દર્શન કરવાથી જીવનની બધી ઈચ્છાઓ પુરી થાય છે અને દરેકને ધારેલ ફળ મળે છે. આ કારણે બાબા રામદેવપીરના દર્શનાર્થે આવનારા લોકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થાય છે. બીજના દિવસે મંદિરમાં વિશેસ પૂજા અર્ચના થતી હોય છે. આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો બાબાની સમાધિના દર્શન કરીને મનની શાંતિ મેળવે છે.
એવી માન્યતા છે કે પચ્છિમ રાજસ્થાનને બાબાએ ભૈરવ રાક્ષસથી મુક્તિ અપાવી અને દલિતોના ઉદ્ધાર માટે પણ તેઓ આગળ આવ્યા. જેના માટે તેમને તેમના જ પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો. તેમને તેમના ચમત્કારથી ગરીબોના ઉદ્ધાર માટે મહત્વની ભૂમિકા નિભાવી અને સમાજને નવી દિશામાં લઇ જવાનો પ્રયત્ન કર્યો. આ પવિત્ર સ્થાન પર આખા દેશમાંથી લોકો આવતા હોય છે. કોઈએ માનતા રાખી હોય અને પુરી થયી હોય તો તેઓ પગપાળા પણ આવતા હોય છે.