અત્યારે એક ગીત પુરા વિશ્વમાં જબરદસ્ત વાઇરલ થઇ રહ્યું છે. તમે બસમાં મુસાફળી કરી રહ્યા હોય, તમે કોઈ પાનના ગલ્લે હોય કે ચાની કીટલી હોય તમે ક્યાંય પણ ઉભા હોય તમને બચપણ કા પ્યાર ગીત સાંભરવા મરશે જ. અત્યારે હાલમાં આ ગીત સૌ કોઈ ના મોં પર ગવાતું હોય છે.એક બાળકે આખી દુનિયાને બચપણનો પ્યાર યાદ કરાવી દીધો છે. આ બાળક છત્તીશગઢ નો છે ને તેનું નામ છે સહદેવ. આ બાળકે એક વિડિઓ બનાવ્યો તે ખુબ જ ચર્ચિત થઇ ગયો કે તે રાજ્યના મુખમંત્રી ભૂપેશ બગેલે તેની મુલાકાત લીધી.
તમે ગીત તો સાંભરી લીધું હશે પણ આ ગીત ક્યાંથી આવ્યું એ તમને ખબર છે. આ ગીત ગુજરાતના હાલોલના કમલેશ બારોટે ગાયું છે. આ ગીતના લેખક છે પી.પી. બારીયા અને મ્યુઝિક મયુર નાડીયાએ આપ્યું છે. આ ગીતને 2018 માં બનાવામાં આવ્યું હતું. મેશ્વા ફિલ્મ્સ નામની કંપનીએ તેના રાઈટસ ખરીધા હતા અને પછી તેને યુ ટ્યુબ પર રિલીઝ કર્યું હતું. અત્યારે આ ગીતને યુ ટ્યુબ પર 40 લાખથી વધુ લોકો જોઈ લીધું છે.
આ કમલેશભાઈ બારોટે અત્યાર સુધી બહુ બધા ગીતો ગાયા છે. બચપણ કા પ્યાર ગીત થી તેઓ ખુબ જ ખુશ છે. તેઓ તે નાના બાળક સહદેવને મળવા માંગે છે કારણ કે આ ગીતને લોકપ્રિય બનવા પાછળનો શ્રેય સહદેવને આપવા માંગે છે.
આ ગીત ફેમસ થવા પાછળનું એક કારણ છે કે એમાં એમ થયું કે સહદેવ ને તેના શિક્ષકે સ્કૂલમાં ગીત ગાવાનું કહ્યું સહદેવે ગીત ગાયું ને તેના શિક્ષકે તેને રોકોર્ડ કરી દીધું પછી સોશિઅલ મેડિયા પર વાઇરલ કરી દીધું. હવે સહદેવનો હાથ સિંગર બાદશાહે પકડ્યો છે. બાદશાહ પણ સહદેવ સાથે સિંગિંગ કરવા માંગે છે. સહદેવ મોટો થઈને એક સારો સિંગર બનવા માંગે છે.