બદામ ને તો દરેક લોકોએ જોયી હશે અને તેના સ્વાદ ની પણ ખબર હશે બદામ એક ડ્રાય ફ્રૂટ છે.તેનો ઉયોગ ઘણી બધી વાનગીમાં કરવામાં આવે છે.તે થોડી મોંઘી છે પણ ખાવી જરૂરી છે.તે ખાવી આપણ શરીર માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.તે એટલા બધા પોષક તત્વો થી ભરપૂર હોય છે કે તે આપણ શરીર ને 100 વર્ષો સુધી મજબૂત રાખે છે તે ખાવાથી શરીરનું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું જળવાઈ રહે છે.તે શરીરમાં આવતી બીમારી સામે રક્ષણ આપે છે.તો આજે હું તમને બદામ ખાવાના ફાયદા વિષે જણાવીશ
જે લોકોને પોતાની ઊંચાઈ પ્રમાણે વજન નથી એટલે કે શરીર ખુબ પાતરૂ છે.તેવા લોકો માટે બદામ ખાવી ખુબ જરૂરી છે.આવા લોકો એ બદામના સાત કે આઠ દાણા લઈ તેને રાત્રે પાણી ની અંદર પલારી સવારે બદામના છિલકા કાઢી નાખી અને તેને દૂધમાં નાખી પીવાથી તેમના વજન વધવા લાગશે.
જે લોકો પોતાનો વજન ઘટાડવા માંગે છે તેમને પણ બદામ ખાવી જોઈએ બદામ વજન વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે.પણ તેને યોગ્ય રીતે ખાવાથી વજન ઘટાડો લાવી શકે છે.રાત્રે પાલરેલી બદામ પાંચ કે છ બદામ રોજ ચાવીને ખાવાથી તમારા શરીરનું વજન ઘટી શકે છે.તેનાથી તમારા શરીરમાં રહેલો કોલેસ્ટ્રોલ ઓછો થશે બદામ યોગ્ય માત્રમાં કાર્બોહાઈડ્રેટ્સ મળશે જેનાથી તમારું શરીર એક દમ ફિટ રહશે.
ડાયાબિટીસ થી પીડાતા દર્દી માટે બદામ ખાવી ખુબ ફાયદાકારક છે.જે મહિલા ગર્ભવતી છે તેમના સ્વાસ્થ્ય માટે બદામ ખાવી જરૂરી છે.બદામ આપણા દાંત અને હાડકા માટે ખુબ ફાયદાકારક છે તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ, ફોસ્ફોરસ,કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન B1 ,B2 , અને વિટામિન C વગેરે આવેલા હોય છે. તેટલા માટે બદામને સર્વ ગુણ સંપૂર્ણ કહેવામાં આવે છે.
જે લોકોને ચહેરા પર ખીલ થતા હોય પોતાના બાલ ઝડતા હોય તેવા લોકોએ બદામ ખાવી જોઈએ તેનાથી બાલ ને પૂરતું પોષણ મળે છે અને બાલનો ગ્રોથ વધે છે.જેને હાર્ટ ને લગતી સમસ્યા હોય તેવા લોકોએ યોગ્ય માત્રામાં બદામ લેવી જોઈએ બદામ બ્લડપ્રેશરને કંટ્રોલ રાખે છે જો તેને યોગ્ય માત્રામાં લેવામાં આવેતો.શરીરની ઇમ્યુનીટી વધારે છે.
આ લોકોએ બદામ ના ખાવી જોઈએ જે લોકોને વધારે ઊંચું બ્લડપ્રેશર રહેતું હોય અને તેની દવા ચાલતી હોય તેવા લોકોએ બદામ ન ખાવી જોઈએ જે લોકોનું વધારે પડતું વજન હોય અને તે વજન ઘટાડવાની ટ્રીટમેન્ટ ચાલતી હોય તેવા લોકોએ બદામ ન ખાવી જોઈએ