આજથી બહુ બધા વર્ષો પહેલા દિલ્લીમાં મોગલોનું રાજ હતું અને તે અનેક વિસ્તારો જીતતા જતા હતા. તે વખતે તેમની સેના હાહાકાર મચાવતી ગુજરાતમાં આવી. તે દરમિયાન તેમને મોઢેરાના સૂર્ય મંદિરને પણ તોડફોડ કરીને ખંડેર બનાવ્યું. તેમને તેવા તો અનેક મંદિરોને નુકશાન પહોચાડ્યું, પછી તેમની નજર મોઢેરાથી નજીક બહુચરમાંના પવિત્ર સ્થાન પર પડી.
મોગલોનાં ટોરેંટોરા બેફામ લૂંટફાટ કરતા હતા અને લોકો તેમના ડરના કારણે ગભરાઈ રહ્યા હતા. બહુચરમાંએ જેમને પોતાનું વાહન બનાવ્યું છે તેવા કુકડા ત્યાં ફરી રહ્યા હતા ત્યારે માંસાહારી મોગલોના મોમાં પાણી આવી ગયું. પછી તેઓએ કુકડાને પકડી મારીને તેનું ભોજન તૈયાર કર્યું. તે સમયે એક આંખ વારો કૂકડો સતકી ગયો અને તે કૂકડો દરરોજ માતાના મઢે જતો હતો. મોગલોએ નક્કી કર્યું કે સવાર થતા થતા આ મંદિરને ખંડેર બનાવી દેવાનું.
પણ જે કૂકડો સટકીને ગયો હતો તેને બહુચરમાને મેણું માર્યું કે, હે માં ચારણ કુળમાં જન્મ લીધો હોય. બેઠા બેઠા આદમીના પેટમાં દીકરાને જન્મ દેતી હોય. કૂતરીને કૂતરો અને ઘોડી ને ઘોડો કરી સકતા હોય, નારીને નર બનાવતા હોય અને તમારા કુકડા મરી જાય ને તમે કઈ નહીં બોલો. તમે નંબર થઇ ગયા છો. શું તમારી લોબડીને દાગ લાગ્યા છે. બહુચરમાં સાંભરી ગયા.
પછી માતાએ તે કુકડાને પકડ્યો, અને કહ્યું મને તારા મેણાનું ખોટું લાગ્યું છે. બહુચરમાએ કહ્યું રાતના બાર વાગ્યાનો સમય થાય એટલે રાત્રે ત્રણ વાર કૂકડે કુક પોકારજે અને મોગલોના પેટમાં સામે દોઢ દોઢ કુકડા જવાબ આપે તો માનજે કે શંખલપુરના ચોકની દેવી બહુચરમાં બોલ્યા હતા. રાતના બાર વાગે કુકડાએ ત્રણ વાર કૂકડે કુક બોલાવ્યું અને સુતેલા મોગલોના પેટમાં મરેલા કુકડાઓએ કૂકડે કુક બોલાવ્યું. તેઓ ડરના કારણે આમતેમ ભાગવા લાગ્યા. મોગલોનું પેટ ફાડીને કુકડાઓ બહાર નીકર્યા. કેટલાય મોગલો મરણ પામ્યા અને મંદિર અકબંધ રહ્યું.
માંના દેવી ચમત્કારની વાત સમગ્ર જગ્યાએ પ્રસરી ગઈ અને બહુચરમાં સૌના લોક હ્ર્દયમાં બિરાજ્યા.