બહુચરાજી માતા નું મુખ્ય સ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લાના બહુચરાજી માં આવેલું છે. આ મંદિરનું બાંધકામ સંવત ૧૮૩૫ થી ચાલુ કરવામાં આવ્યું હતું અને સંવત ૧૯૩૯માં પૂરું થયું હતું. પછી મંદિરમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ મંદિર ૧૫ મીટર લાંબુ અને ૯ મીટર પહોળું છે. આ મંદિર ગુજરાતનું બીજું શક્તિપીઠ છે. આ મંદિરનું બાંધકામ ખુબ જ સુંદર કરવામાં આવ્યું છે. અને આ આખું મંદિર પથ્થરનું બનાવવામાં આવ્યું છે. મંદિરની આગળ વિશાળ મંડપ છે જે ચાચર ચોક કહેવાય છે.
મંદિરની પાછળ માન સરોવર નામનો એક કુંડ આવેલો છે. ગુજરાતના કેટલાક લોકો અહીં આવીને પોતાના પુત્ર ના સૌપ્રથમ વખત ના વાળ ઉતરાવે છે. અને તે કુંડમાં સ્નાન કરાવે છે.
કહેવાય છે કે બહુચર માં બાપલદાન દેથા નામના ચારણના પુત્રી હતા. તેઓ એક દિવસ તેમની બહેન સાથે બહાર જતા હતા તે બાપીયા નામના કાટપાંડુએ તેમના પર હુમલો કર્યો ચારણોની સામાન્ય પરંપરા ના આધારે જ્યારે શક્તિશાળી શત્રુ ઓ સામે આવીને હુમલો કરે ત્યારે તેઓ દુશ્મન સાથે જવાને બદલે જાતે જ તેઓ પોતાનો જીવ આપી દેતા.
ચારણ નું લોહી છલકાઈ તેને પાપ માનવામાં આવતું હતું. બહુચરાજી અને તેમની બહેનને કાટપાડું ના શરણે થવું એના કરતા જાતે જ તેમનો જીવ આપી દીધો. આથી કાટપાડું બાપીઓ સ્થાપિત થયો અને નપુસક બની ગયો.
બાપીયાએ સ્ત્રીઓના કપડા પહેરી માતા ની આરાધના કરી અત્યારે ભારતમાં હીજડા નામના લોકો ખૂબ જ ભાવ થી માતાજીની ભક્તિ કરે છે. તેમને પોતાની આરાધ્ય દેવી માને છે. ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે બહુચર માં નો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. અને ચૈત્ર માસની પૂનમના દિવસે અહીંયા ખુબ જ મોટો મેળો ભરાય છે. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.