બાઈક લવર્સ માટે ગુડ ન્યૂઝ, બજાજ Pulsarની 250ccની બાઈક આવી રહી છે, જાણો કિંમત

Uncategorized

ભારતમાં Bajaj ની બેસ્ટ સેલિંગ બાઈક Bajaj Pulsar ટૂંક સમયમાં સૌથી પાવરફુલ અવતારમાં જોવા મળશે. ભારતમાં એના લૉન્ચિગ માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. અત્યાર સુધી Bajaj Pulsarની 124થી લઈને 220cc સુધીની બાઈક્સ જોવા મળી છે. પણ આ વખતેની ફેસ્ટિવલ સીઝનમાં Bajaj Pulsarનું સૌથી પાવરફુલ મોડલ Bajaj Pulsar 250cc લૉન્ચ થવાનું છે.

જેનો લુક શાનદાર છે. આ ઉપરાંત પાવર અને સ્પીડના મામલે પણ જબરદસ્ત છે. આ બાઈક ભારતમાં આશરે 1.35 લાખ રૂપિયાની કિંમત સાથે માર્કેટમાં આવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, Bajaj Pulsar 250cc બાઈકના કુલ ત્રણ વેરિયંટ આવનારા દિવસોમાં દેશના રસ્તા પર જોવા મળશે. જેમાં Bajaj Pulsar NS250, Bajaj Pulsar 250F અને Bajaj Pulsar RS250 જેવી બાઈક જોવા મળશે. તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન Bajaj Pulsar 250ccની કેમોફ્લાજ લુક જોવા મળ્યો હતો.
આ સાથે કેટલાક સંભવિત ફીચર્સ અંગેની જાણકારી સામે આવી હતી. આ પહેલા બજાજ કંપનીના એમડી રાજીવ બજાજે એક મુલાકાતમાં કહ્યું હતું કે, દિવાળી પહેલા પાવરફુલ પલ્સર લૉન્ચ કરી દેવામાં આવશે. આવનારી Bajaj Pulsar 250ccમાં પ્રોજેક્ટ હેડલેમ્પ અને સ્લીક LED DRL સાથે એગ્રેસીવ લુક્સ રાખવામાં આવ્યો છે. આ બાઈક્સમાં એક્સટેન્શન સાથે સ્કલ્પડેટ ફ્યુલ ટેન્ક, સ્પિલટ સીટ સાથે ડ્યુઅલ ટાયર હેગર્સ,ડિસ્ક બ્રેક અને ડુઅલ ચેનલ ABS સાથે કેટલાય ખાસ ફીચર્સ જોવા મળ્યા છે.
જ્યારે એન્જિનની વાત કરવામાં આવે તો Bajaj Pulsar 250ccમાં 250ccનું એન્જિન રહેશે. જ્યારે 24 bhp સુધીનો પાવર અને 20 Nm સુધીનો ટોર્ક જનરેટ કરવાની પૂરી ક્ષમતા રહેશે. Bajaj Pulsar 250cc બાઈકની સ્પર્ધા Yamaha FZ25 અને Suzuki Gixxer 250 સાથે KTM Duke 250 જેવી સ્પોર્ટ્સ બાઈક સાથે થશે. દિવાળી પહેલા આ બાઈક આવશે ખરા અર્થમાં ઓટો માર્કેટ માટે સારા વાવડ બની રહેશે. કારણ કે કોરોના કાળ બાદ ઓટો માર્કેટમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. ન માત્ર બાઈક સેક્સનમાં પણ કાર સેલિંગમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. મહાનગરમાં નાની અને ફેમિલી કારનું વેચાણ પણ વધ્યું છે. જ્યારે નાના શહેરમાંથી પણ ધીમે ધીમે ઓટો માર્કેટ બેઠી થઈ રહી છે. આ ઉપરાંત સ્થાનિક ડીલર્સ તરફથી સ્કિમનો લાભ મળી રહેતા કોરોનાકાળ બાદ આ સેક્ટર સારા ગ્રોથ તરફ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *