બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે આવેલ અરજી દબાવી દેવામાં આવતી હોવાનો આક્ષેપ.

trending

ગુજરાતની અસ્મિતા મહિસાગર
તસ્વીર ઈન્દ્રવદન પંડ્યા

બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવતા પ્રધાનમંત્રી આવસ યોજના હેઠળ મકાન ના બાંધકામ માં સિટી સર્વે ના માપ કરતા વધારાનું બાંધકામ કરીને રસ્તા પરનું દબાણ કરવામાં આવ્યું….

પ્રાપ્ય માહિતી મુજબ બાલાસિનોર નગરપાલિકા માં મકાનનું વધારાનું દબાણ દૂર કરવા માટે તારીખ ૧૮/૧૧/૨૦૨૧ ના રોજ બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસરને અરજી કરવામાં આવી હતી જેમા ઉલ્લેખ કરવા માં આવ્યો હતો કે બાલાસિનોર નગરપાલિકા ના હવૈયા કલાલવાડ વિસ્તારમાં બનાવવામાં આવતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન માં સિટી સર્વે ના માંપ કરતા વધારાનું બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું હોવાથી અવરજવર નો રસ્તો બંધ થઈ ગયેલ છે તેમજ બાંધકામ અટકાવવા માટે ચીફ ઓફિસર દ્વારા ફળિયા ના આગેવાનને જણાવ્યું હતું કે જો તેમના માપ કરતાં વધારે બાંધકામ કરવામાં આવ્યું હશે તો એપરેસિએટ નોટિસ આપી ને દબાણ દૂર કરવા જણાવવામાં આવશે.જો લાભાર્થી દ્વારા દબાણ દૂર કરવામાં નહિ આવે તો કાયદેસરના જે થતુ હશે તે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ચીફ ઓફિસર દ્વારા તા ૧૧/૦૧/૨૦૨૨ ના રોજ મૌખિક જણાવ્યું હતું.જયારે તા.૧૨/૦૨/૨૦૨૨ દ્વારા દબાણ દૂર ન થતા એન્જિનયર ને જણાવ્યું તો એન્જિનયર દ્વારા દબાણ દૂર કરવા માટે કે અટકાવવા માટે ની વાત તો દૂર રહી પરંતુ પ્રમુખ પાસે ફોન કરી જણાવેલ કે કર્મચારીઓ ને મેન્ટલી ટોર્ચર ન કરો..
જયારે ૧૩/૦૧/૨૦૨૨ના રોજ લાભાર્થી જાણે સત્તાધિકારી હોય તેમ પોતાનું ધાબુ ભરાવી દિધું હતું.તેમ છતાં બાલાસિનોર નગરપાલિકા ના ભષ્ટ્ર અધિકારી ની આખો ખોલવા તા ૧૩/૦૧/૨૦૨૨ ના રોજ ફરીથી ફળિયા ના ૨૦ થી વધુ લોકોએ સહી કરીને કલેકટર,મામલતદાર પ્રાંત અધિકારી બાલાસિનોર, સિટી સર્વે સુપરીટેન્ડન ,બાલાસિનોર.,તેમજ બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર ને ફરીથી દબાણ દૂર કરવા માટે અરજી કરેલ તેમ છતાં બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ભષ્ટાચાર આચરેલ હોય તેવું સામે આવી રહ્યું છે…..

જેથી લોક ચર્ચા માં જાણવા મળ્યું કે લાભાર્થી પાસેથી લેવડદેવડ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે..તો શું બાલાસિનોર નગરપાલિકા દ્વારા દબાણ દૂર ન કરવામાં પણ વહીવટ કરવામાં આવે છે કે કેમ તે હવે ઉચ્ચ કક્ષાની તપાસ માં કરવા આવે તેવી માંગ છે….
કેમકે આજ દિન સુધી પાલીકા દ્વારા દબાણ દૂર ન કરવામાં આવ્યું કે ન બાંધકામ અટકાવવા આવ્યું….

હાલ માં પણ બાંધકામ ચાલુ જ છે તો શું ચીફ ઓફિસર અને એન્જિનિયર સામે તપાસ થશે કે કેમ તે જોવાનું રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *