ઘણી વખત ટેકનોલોજી જ વ્યક્તિ માટે જીવલેણ શાબિત થઇ હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના ઇકબાલગઢ ગામમાં સામે આવ્યો છે. જ્યાં એક યુવકનું રોટાવેટરમાં ફસાઈ જવાના કારણે મોત થયું છે. આ ઘટનાને લઇને યુવકના પરિવારના સભ્યોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
માહિતી અનુસાર બનાસકાંઠાના ઇકબાલગઢ ગામમાં અશોક પટેલ તેમના પરિવારની સાથે રહે છે. અશોક પટેલને જૈમીન નામનો એક દીકરો છે. જૈમીન તેના પરિવારના સભ્યોને ખેતીના કામના મદદરૂપ થતો હતો. જૈમીન પટેલ નામનો યુવક તેના ખેતરમાં વાવણીના કામ માટે રોટાવેટરની મદદથી કામ કરી રહ્યો હતો. તે સમયે રોટાવેટરમાં કોઈ ટેકનીકલ ખામી સર્જાય હતી. આ ખામીને દૂર કરવા માટે જૈમીન ટ્રેક્ટર પરથી નીચે ઉતર્યો અને રોટાવેટરને સાફ કરવા લાગ્યો હતો.
જૈમીન રોટાવેટરની સફાઈ કરી રહ્યો હતો તે સમયે તેનો પગ તેમાં ફસાઈ ગયો હતો. તે સમયે એકાએક રોટાવેટર શરૂ થઇ ગયું. તેથી તેનું શરીર રોટાવેટરની અંદર ખેંચાવા લાગ્યું હતું.
આ ઘટનાની જાણ જૈમીનના માતા-પિતાને થતા તેઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને દીકરાને મૃત હાલતમાં જોઈએ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જૈમીનના મોતના કારણે પટેલ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.