બનાસકાંઠાના ખેડૂતે એવું મગજ ચલાવ્યું કે, બટાકાની ખેતીમાં લાખો રૂપિયાની કમાણી કરી

trending

હાલના સમયમાં મોંઘવારીએ મધ્યમ તથા ગરીબો પરેશાન થઇ રહ્યા છે ત્યારે બનાસકાંઠાના એક ખેડૂતે પોતાની જમીનમાં નવતર પ્રયોગ કરીને આજે બટાકાની ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. હાલના સમયમાં દરેક જગ્યાએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઘણા પ્રયાસો હાથ ધર્યા છે.

આજે તમને જાણવા જઈ રહ્યા છીએ એ વાત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના જિલ્લાની ખેતી. બટાકાની શ્રેષ્ઠ ખેતી કરતો જિલ્લો એટલે બનાસકાંઠા. બટકાતી ખેતી માટે બનાસકાંઠા એ આગવી ઓરખ બનાવી છે. બટાકાના વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મળવાથી કોલ્ડ સ્ટોરેજ પણ વધુ છે. બનસકાંઠાના ખેડૂત ભાઈઓએ બટાકાના ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતી માટે ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે, ડીસા તાલુકામાં આવેલા જોરાપુરા ગામમાં રહેતા બાબુજી ઠાકોર.

બાબુજી ઠાકોર આજે પ્રાકૃતિક ખેતીથી બટાકાનું ખોબલે ને ખોબલે ઉત્પાદન કરે છે અને લાખોમાં કમાણી કરે છે. આ ખેડૂત ભાઈ ૨૦૧૬માં પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું હતું. પ્રાકૃતિક ખેતીનો ખાસ અનુભવ ના હોવાથી રાસાયણિક ખેતી કરતા શરૂઆતના સમયમાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. બાબુજી ઠાકોરે ખુબ લગ્નથી ખેતી કરીને ખુબ મહા મહેનતે અંતે તેમને સફળતા મળી. આજે તેઓ એકરદીઠ ૫૦૦ થી ૬૦૦ મણ બટાકાનું ઉત્પાદન મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *