હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે નવા નક્ષત્રમાં પ્રવેશ કરતાં મોટી આગાહી કરી છે. ઉત્તર નક્ષત્રમાં પ્રવેશ સાથે આગામી ચાર-પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદનો વિશ્વાસ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે.
આ સાથે નાના-મોટા વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી ભવિષ્યવાણી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા 20 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
એવું કહેવામાં આવ્યું છે કે અંબાલાલ પટેલે સપ્ટેમ્બરના ચોથા સપ્તાહમાં ફરી એકવાર મૂશળધાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આજે પણ રાજ્ય અને જિલ્લામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડ સહિતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.
બંગાળની ખાડીમાં પશ્ચિમ મધ્ય દિશામાં સર્જાયેલા લો પ્રેશરના ભાગરૂપે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.