બટાકાના વાવેતર વખતે જ વરસાદે અસર કરી હતી તેની સીધી જ અસર ઉત્પાદન પર દેખાય છે. હાલમાં જે ખેડૂતો બટાકાનો પાક કાઢી રહ્યા છે તેમને વિઘે 30 થી 50 મણનો ઉતારો ઓછો આવી રહ્યો છે. જેથી ખેડૂત વર્ગમાં લાફા મારીને ગાલ રાતા રાખવા જેવો વિષય બન્યો છે.
ચાલુ વર્ષે વારંવાર કમોસમી વરસાદ માવઠા થવાના કારણે બટાકાના પાકને નુકસાન થયું છે અને કુંજરાના રોગના કારણે અમુક વિસ્તારોમાં બટાકામાં કાળી ડાગીઓ પણ જોવા મળી રહી છે. ગયા વર્ષે વિધે 300 મણ આસપાસ ઉતારો મળતો હતો તેની જગ્યા આ ચાલુ વર્ષે 250 મણની આસપાસ ઉતારા મળી રહ્યા છે.
પોખરાજ, લાડી, કેએફ સહિતના બટાકાનો ભાવ 20 કિલોએ 120 થી 200 રૂપિયા જેવો બોલાઇ રહ્યો છે. ગયા વર્ષે પણ ખેડૂતોને બટાકામાં નુકસાન સહન કરવાની નોબત આવી હતી. હાલમાં પણ ઘણા ખેડૂતોના બટાકા કોલ્ડ સ્ટોરેજ માં પડ્યા છે. મોંઘી દવાઓ ખાતર લાવ્યા પછી ઓછા ભાવ અને ઓછો ઉતારો ખેડૂતો માટે એક ચિંતાનો વિષય બની જાય છે.
જાણો વિવિધ બજારોના બટાકાના ભાવ :-
ડીસા – 80 થી 210
માણસા – 180
મહેસાણા – 40 થી 200
વાસણા (અ) – 100 થી 180
દાહોદ – 140 થી 260
રાજકોટ – 100 થી 225
ગોંડલ – 100 થી 200
અમરેલી – 120 થી 220
સુરત – 120 થી 230
બટાકાનો સારો ભાવ મળી રહે તેવું ખેડૂત વર્ગ ઈચ્છી રહી છે પણ બજાર કેવું રહેશે તેઓ આવનાર સમય જ કહેશે.