દાંત આપણા ચહેરાની સુંદરતા વધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે. દાંત વગરના ચહેરામાં તેની સુંદરતા ઝાંખી પડતી હોય છે. પરંતુ દાંતની સુંદરતા માત્ર સારા દેખાવા પૂરતી જ નથી પણ તે આપણા ભાગ્યને પણ બતાવે છે. જે લોકોને બે દાંત ની વચ્ચે જગ્યા હોય તેવા લોકો વિચારતા હોય છે કે આવું કેમ પણ જેમને બે દાંત વચ્ચે જગ્યા હોય તેમને નસીબદાર માનવામાં આવે છે.
ચહેરાની સુંદરતાની સાથે દાંતની સુંદરતા અને સ્વછતા પણ એટલી જ જરૂરી છે. અમુક લોકોને દાંતના આગળના ભાગમાં બે દાંતની વચ્ચે જગ્યા હોય છે જેના કારણે તેઓ ચિંતિત થઇ ને ફરતા હોય છે, પણ તે ચિંતાનો વિષય નથી કારણકે તેમને નસીબદાર માનવામાં આવે છે. તેઓ હસવાવારા કરતા વધુ સફર થતા હોય છે.
બે દાંતની વચ્ચે જેમને જગ્યા હોય છે તેઓ જીવનમાં ખુબ સારો એવો પૈસો કમાય છે અને ખર્ચ પણ કરે છે. જે લોકો આગરના ભાગમાં દાંત જગ્યા હોય તેમની જોડે લગ્ન કરે છે તો તેઓ ખુબ ભાગ્યશાળી છે. તે જેટલી ચહેરાથી સુંદર છે તેના કરતા પણ વધુ અંદરથી સુંદર અને નિખાલશ હોય છે. એવી સ્ત્રી તમને છોડીને ક્યારેય પણ ક્યાંય નહીં જાય.
બે દાંતની વચ્ચે જગ્યા ધરાવતી વ્યક્તિને બુદ્ધિથી પણ ખુબ તેજ માનવામાં આવે છે. તેવા લોકો મગજથી ખુબ જ તેજ હોય છે અને હંમેશા પોતાની બુદ્ધિ પર જ આગળ વધવાનું પસંદ કરતા હોય છે. બે દાંતની વચ્ચે જગ્યા વાળા લોકોને ખુબ નામના અને પ્રસિદ્ધિ મળતી હોય છે.
તેઓ તેમના વિચારો ખુલ્લા મને રજૂ કરતા હોય છે. આવા લોકો બોલવામાં વધુ બોલા હોય છે પણ તેમની વાતનો અંદાજ જ કંઈક અલગ હોય છે. બે દાંત વચ્ચે જગ્યાવારી સ્ત્રી જે ઘરમાં આવે છે તે ઘરને ભાગ્યશાળી માનવામાં આવે છે. તે લોકો ખાસ કરીને સીધો સંવાદ કરવાનું પસંદ કરતી હોય છે.