બેચરાજીના વેપારી મંડળે કલેક્ટરને રજૂઆત કરી
યાત્રાધામ બેચરાજીમાં કોરોના મહામારીના કારણે બંધ કરાયેલા પૂનમની રાત્રે નીકળતી મા બહુચરની પાલખી યાત્રા પુનઃ શરૂ કરવા અને ચૈત્રી પૂનમના મેળાને મંજૂરી આપવા માટે બેચરાજી વેપારી મહામંડળ દ્વારા બહુચરજ ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન વહીવટી મહેસાણા કલેક્ટર અને રાજ્યના પ્રવાસન મંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
આ અંગે બેચરાજી વેપારી મહામંડળના પ્રમુખ દ્વારા જણાવ્યુ કે, પાલખિયાત્રા અને ચૈત્રી પૂનમનો મેળો પુનઃ શરૂ કરવા રજુઆત કરી છે. શંખલપુર ટોડા માતાજી ટ્રસ્ટના પ્રમુખ કાળીદાસ પટેલે અને મંત્રી અમૃતભાઈ પટેલે પણ એક પ્રશ્નના ઉત્તરમાં માતાજીની પાલખી કાઢવા માટેની તંત્રે મંજૂરી આપવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો