બેસનનો ઉપયોગ કરી ચહેરા પરના કાળા ડાઘ દૂર કરો

Health

પોતાનો ચહેરો ચમકદાર કરવો કોને ના ગમે ચહેરાને સુંદર રાખવા માટે લોકો મોંઘી ક્રીમ વાપરે છે.અને ક્રીમો ઘણીવાર ચહેરા પર આડ અસર ઉભી કરે છે.સુંદર ચહેરા માટે છોકરીઓ પાર્લરમાં ખુબ ખર્ચ કરતી હોય છે.પણ આજે હું તમને એક એવો ઉપાય બતાવીશ જેનાથી તમને આ ખર્ચ માંથી છુટકારો મળશે અને ચહેરો ચમકદાર બનશે.

બેસનના ઉપયોગ થી તમારો ચહેરો ચમકદાર તો થશે સાથે સાથે તમારા ચહેરા ઉપરના કાળા દાગ પણ દૂર થશે.બેસનો ઉપયોગ વર્ષો થી આપણે બધા કરતા આવ્યા છીએ બેસન તમારા ચહેરાને રંગ ને સાફ કરેશે અને ચહેરા ને મુલાયમ બનાવશે બેસન ચહેરાને ઓઈલી થતો પણ અટકાવે છે.બેસન એક સ્ક્રબનું કાર્ય કરે છે જેનાથી ચહેરા પરની ઝુડીયા ગાયબ થશે.

સૌપ્રથમ એક બાઉલમાં બેસનનો લો અને તેની સાથે એલોવેરો જેલ લ્યો એલોવેરા જેલ તમને બજાર કે ઓનલાઇન શોપીંગ કરીને માગવી શકો છો. એલોવેરા ઝેલ ચહેરાની ત્વચાને મોચરાઈઝ કરવાનું કાર્ય કરે છે. એલોવેરા જેલ ચહેરા પરના ખીલ ને પણ દૂર કરવાનું કાર્ય કરે છે.આ બંને મિક્સ કરો એલોવેરા જેલ અને બેસનને જ્યાં સુધી સૂમથ પેસ્ટ ને બને ત્યાં સુધી આ પેસ્ટને મિક્સ કરો આ પેસ્ટને લાગ્યા પહેલા ચહેરાને પાણીથી સાફ કરો ત્યારબાદ પેસ્ટ ચહેરા ઉપર લગાવો પેસ્ટને ચહેરા ઉપર દસ મિનિટ સુધી રહેવા દયો ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પરથી પાણી દ્વારા સાફ કરો. આવી પેસ્ટ બનાવીને અઠવાડિયામાં એક બે દિવસ લાગવાથી ચહેરા પરના દાગ દૂર થશે

સૌપ્રથમ એક કટોરામાં બેસન લ્યો તેમાં થોડું ગુલાબ જળ નાખો અને તેની એક પેસ્ટ બનાવો ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો પછી આ પેસ્ટને ચહેરા ઉપર લગાવો ચહેરા પરની પેસ્ટ સુકાઈ જાય ત્યાર બાદ ચહેરાને પાણી થી સાફ કરો આમ અઠવાડિયામાં એક બે દિવસ કરવાથી ચહેરા પર ચમક આવવા લાગશે અને ચહેરા પરના દાગ પણ ગાયબ થઇ જશે

એક કટોરામાં એક ચમચી બેસન લો તેમાં જરૂરિયાત મુજબ હળદર નાખો તેમાં થોડું પાણી રેડો તેને ચમચી વડે મિક્સ કરી એક પેસ્ટ બનાવો આ પેસ્ટને લાગ્યાવ્યા પહેલા ચહેરાને પાણી થી સાફ કરવાનું ભૂલતા નહીં ચહેરો પાણીથી સાફ કર્યા પછી પેસ્ટને ચહેરા ઉપર લગાવવી આ પેસ્ટને તમે હાથ પગ પર પણ લગાવી શકો છો જયારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને પાણીથી હળવા હાથે સાફ કરી દેવી થોડા દિવસ આ પેસ્ટ લગાવથી સ્કિનને લગતી સમસ્યાઓ દૂર થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *