bhaguda mogal dham : ભક્તોને શાંતિ નું ધામ એટલે ભગુડા ગામ એજ મોગલ-ધામ. આઈ શ્રી મોગલ માનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં ભગુડા ગામમાં આવેલ છે.આશરે સદી ચારસો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા માતાજીનાં આ સ્થળ નું કઈક અલગ જ મહત્વ છે. ભગુડા ગામના આકાશ નીચે હરિયાળા ખેતરો વચ્ચે માં મોગલ બિરાજમાન છે.
આ સ્થાન સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. દુષ્કાળના કપરા સમયમાં જુનાગઢ નેહડામાં કામળીયા આયર પરિવાર અને અન્ય માલધારી પરિવાર ગાયો-ભેંહો ને ચારવા માટે ગયા તા.જ્યાં ચારણના કુળદેવી મા મોગલનું સ્થાપન હતું, કામળીયા આયર પરિવારના માજીએ માતાજીની અનેરી સેવા પુજા કરેલી હતી.
વરહ હારુ જતા માલધારી પરિવાર વતનપણી પાછો ફર્યો. ત્યારે માજીના બેન સમાન ચારણ બેને માતાજી તમારા રખોપા કરશે, એમ કહી આઈ શ્રી મોગલ કપડામાં આપેલ કામળીયા આયર પરિવારના માજીએ તેમના વતન ભગુડા પહોચી માતાજીનું સ્થાપન કરેલ. તે જ દિવસથી આઈ શ્રી મા મોગલ ભગુડા ધામમાં જ બેઠા છે.
અન્ય એક મોગલ માની વાત કે જે મહાભારત કાળ સાથે સંકળાયેલ છે. ભગવાન શ્રી કૃષ્ણ,પાંડવો અને દ્રૌપદી ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા, ત્યારે દ્રૌપદીએ તેમનું મંતવ્ય રજૂ કર્યું. દ્રૌપદીનું મંતવ્ય સાંભળીને ભીમસેનને હસવું આવી ગયું. ભગવાન શ્રી કૃષ્ણએ ભીમસેનને આ રીતે દ્રૌપદીની વાત પર ના હસવું જોઇયે તેમ સમજાવ્યું.
અને કીધું કે ભીમ તમે અજાણતા આધ્ય શક્તિ માંનું અપમાન કરી રહ્યા છો. તમે દ્રૌપદીને ખરેખર ઓળખવા માંગતા હોય તો અડધી રાત્રે દ્રૌપદી સ્નાન કરવા જાય ત્યારે છુપાઈને તેની પાછળ જજો, શ્રી કૃષ્ણએ સાથોસાથ એ વાતનું ધ્યાન રાખવા પણ કહ્યું કે તમને અવાજ સંભળાય ત્યારે તમે જે ઈચ્છા રાખતા હોય તે માંગી લેજો.
ત્યારે તમે તે પણ કહેજો કે,પાંડવો,કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં બીજા બધા ખપ્પરમાં આટલું બોલ્યા પછી તમે ત્યાંથી સો યોજન આઘા વયા જજો. દ્રૌપદી અડધી રાતે સરોવરમાં સ્નાન કરવા જાય છે. તે સમયે ભીમ છુપાઈને દ્રૌપદીને જોવા લાગ્યો અને એકાએક જોગમાયાનું સ્વરૂપ ધારણ કર્યું અને દસેય દિશામાં ત્રાડો સંભળાવા લાગી.
ત્રાડ નાખતા દ્રૌપદી બોલી કે જે અહિયાં ઉપસ્થિત હોય તેને જે માંગવુ હોય તે માંગી લે,ભીમ પહેલા તો જોગમાયાના રૂપમાં દ્રૌપદીને જોઈને ડરી ગયા. પરંતુ તરત જ સ્વસ્થ બની શ્રી ક્રુષ્ણએ કહેલાં શબ્દોને યાદ કરી વરદાન માંગ્યું. ત્યારે જોગમાયાએ તથાસ્તુ કહ્યું,તે ઘડીએ ભીમ સરોવરમાં ડૂબકી લગાવી સો યોજન દૂર ચાલ્યો જાય છે અને જોગમાયાના મોઢામાંથી અગ્નિ વર્ષા શરૂ થઈ.
તેથી સો યોજન સુધી સરોવરનું પણી ઉકળી ઉઠ્યું. જેમાં મોઢામાંથી આ અગ્નિ વર્ષા થઈ એજ માં મોગલ. મા મોગલના ભક્તની ઘરે સેર માટીની ખોટ હોય તો માની માનતા રાખે છે. જે ભક્તની માનતા પૂરી થાય અને એના ઘરે પારણું બંધાય ત્યારે પછી બાળકનો ફોટો અર્પણ કરી મંદિરની દીવાલે ટિંગાડવામાં આવે છે.
ભગુડા કામળીયા આયર પરિવારના 60 પરિવારનું કુટુંબ વેલો વર્ષોથી પેઢી દર પેઢી 3 વર્ષે માતાજીનો ભેળિયો અને લાપસી ફરજિયાત કરે છે. માં મોગલને લાપસી ખૂબ જ પ્રિય છે તેથી અહી લાપસીનો પ્રસાદ લેવાનો અનેરો મહિમા છે. ભગુડા ગામમાં માં મોગલના પ્રતાપે ક્યારેય પણ કોઈના ઘરે ચોરી થઈ નથી. દર મંગળવાર અને રવિવારે ભક્તોની અહી ભારે ભીડ ભેગી થાય છે. શ્રી મોગલ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા અહિયાં કોઈ ફંડ ભેળો કરવામાં આવતો નથી,ના તો અહિયાં કોઈ ભુવા છે. દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધૂમધામ થી માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે.
આ પણ જાણો