દરેક વ્યક્તિ એકબીજાથી અલગ હોય છે. દરેક વ્યકિતઓના વ્યવહારો આદતો પણ જુદી જુદી હોય છે. અમુક લોકો એવા હોય છે કે જેમને ફરવું, મિત્રો જોડે બેસવું કે ખાવા જવું તો અમુક લોકો એવા પણ હોય છે કે આખો દિવસ પુસ્તકોમાં ડૂબેલા રહે છે. તેવા લોકોની આવી આદતોના કરીને જ્ઞાની કીડા પણ કહે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે વ્યક્તિની રાશિનો પ્રભાવ પણ વ્યકિત સ્વભાવ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે આ રાશિના લોકોને ભણવામાં ખુબ રસ હોય છે તો જાણો કઈ રાશિના લોકો છે.
મિથુન: જ્યોતિશાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકો સમજદાર હોવાની સાથે કંઈક નવું કરનાર હોય છે. તે લોકો હંમેશા પોતાના જ્ઞાનને વધારવા માંગતા હોય છે. તેના મટે તેઓ પુસ્તકો વાંચવાનું પસંદ કરતા હોય છે. આ રાશિવાળા ખુબ બુદ્ધિમાન હોય છે.
કન્યા: કન્યા રાશિના લોકોને વાંચવાનું ખુબ જ પસંદ હોય છે. આ લોકો બહુ લાંબો સમય સુધી પુસ્તક વાંચવાનું ગમતું હોય છે. આવા લોકોને કિતાબી કીડા કહેવું પણ ખોટું નથી. આ રાશિના લોકો ગિફ્ટમાં પણ બુક લેવાનું જ પસંદ કરે છે.
ધન: આ રાશિના લોકો એક જગ્યા પર બેસીને વાંચી નથી સકતા પરંતુ તેઓ સ્વભાવે જીજ્ઞાશુ પ્રવુતિના હોય છે. તેઓ જયારે પણ ભણવા માટે બેસે ત્યારે મન લગાવીને બેસી જતા હોય છે. આ રાશિના લોકો ઘણી વાર પોતાના ક્લાસમાં પહેલા આવતા હોય છે.
કુંભ: આ રાશિના જાતકોને વધુમાં વધુ જાણવાની જિજ્ઞાસા હોય છે. આ લોકોને નવી વસ્તુ શીખવું અને જાણવામાં બહુ રસ હોય છે. આ રાશિના જાતકો પરીક્ષા પહેલા તેનું રટણ કરી લેતા હોય છે. આ લોકો પહેલા વાતને સમજે પછી તેના પર પ્રશ્નો ઉઠાવે છે.
મકર: આ રાશિના લોકો જયારે પણ વાંચે છે ત્યારે ખુબ લગની સાથે વાંચવા બેસે છે. આવા લોકો ભણવામાં હંમેશા આગળ હોય છે અને જયારે પણ ભણવા માટે બેસે ત્યારે જે લીધું હોય તે પૂરું કરીને જ ઉભા થાય છે. આ રાશિના જાતકો ભણવામાં જ નહીં પણ કોઈ પણ કાર્ય હાથમાં લે તો પૂરું કરીને જ તેને છોડે છે.