દેશભરમાં ઘણા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો આવેલા છે. દરેક મંદિરનું પોત પોતાનું આગવું મહત્વ હોય છે. આ સાથે મિત્રો તમને જણાવું કે ઘણા બધા મંદિરો એવા છે કે જે ભરપૂર રહસ્યોથી ભરેલા છે. આવા ચમત્કારિક આજ સુધી કોઈ જાણી શક્યું નથી. હિન્દૂ ધર્મમાં મંદિરને ખુબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મંદિર એક પવિત્ર સ્થાન છે જ્યાં આગળ જવાથી આપણા દુઃખ દર્દ ભૂલી જવાય છે.
આખા વિશ્વમાં ભારતમાં સૌથી વધારે મંદિર છે. જ્યાં આગળ લાખો ભક્તો દર્શનાથે આવતા હોય છે, અને પોતાના દુઃખને દૂર કરવા માટે ત્યાં પૂજા અર્ચન કરતા હોય છે. આજે તમને એક એવા મંદિર વિશે જણાવીશ તમારા હોશ ઉડી જશે.
કાનપુરમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં આગળ ત્યાં જવાથી સૌ કોઈ ડરે છે. હકીકતમાં ભ્રષ્ટ તંત્ર મંદિરને પવન રાણે વાલીમીકે એ બનાવ્યું હતું. આ મંદિર તેમની પોતાની અંગત જમીન પર બનાવવામાં આવેલું છે. અહીં આગળ નેતા, સરકારી અધિકારીઓ તેમજ જજ લોકોને અહીં આવવું વર્જિત છે.
જણાવી દઈએ કે આ મંદિર ન્યાયના દેવતા શનિદેવ ને સમર્પિત છે. જેને ત્યાં આગળ ભ્રષ્ટ તંત્ર વિનાશક શનિ મંદિરના નામથી ઓરખવામાં આવે છે. આ મંદિર કાનપુર વિશ્વ વિધાલયની પાછળ સ્થિત છે.