ભારત એક સાંપ્રદાયિક દેશ છે ભારત માં ઘણા બધા ધર્મના લોકો રહે છે આ બધા ધર્મના લોકો એક બીજા જોડે હરિ મળીને રહે છે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે પણ તે બધા એક બીજાને સુખ દુઃખમાં મદદ કરતા હોય છે ભારતમાં આવેલા હિન્દૂ ધર્મના લોકો દેવી દેવતાને પૂજવા માટે મંદિરમાં જતા હોય છે પણ આજે હું તમને એક એવા ગામ વિષે બતાવીશ જ્યાં હિન્દૂ ધર્મના લોકો મુસ્લિમ સમાજ દ્વારા બનાવવામાં આવેલી મસ્જિદ ની દેખભાર રાખે છે
દેશમાં ઘણી બધી જગ્યાએ પોતાના ધર્મ માટે ઉગ્ર તણાવ જેવી સ્થિતિ જોવા અને સાંભરવા મળતી હોય છે ત્યારે બિહાર રાજ્યના નાલંદા જિલ્લામાં આવેલું એક ગામ હિન્દૂ મુસ્લિમ એકતાની ઉદાહરણ આપે છે આ ગામ વિષે જાણીને બધા લોકોને ચોંકી ઉઠશે કારણ કે ગામા એક પણ મુસ્લિમ રહેતો નથી પણ ગામા આવેલી મસ્જિદમાં નિયમિત પાંચ વખત નમાજ પઢવામાં આવે છે મસ્જિદનું તમામ કામ હિન્દૂ પરિવારના લોકો કરે છે
નાલંદાના માડી ગામા કેવલ હિન્દૂ પરિવાર રહે છે પણ ગામા આવેલી મસ્જિદની રોજ સફાઈ કરવામાં આવે છે આ મસ્જિદ વર્ષો પહેલા ગામા મુસ્લિમ રહેતા હતા તેની ઉપસ્થિતિ દર્શાવે છે અહીં આવેલી મસ્જિદની જારવણી નું કામ હિન્દૂ સમુદાયના લોકો દ્વારા કરવામાં આવે છે મસ્જિદમાં પાંચ વખત નમાજ પઢવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તેમજ મસ્જિદ નું કલર કામ વગેરે જેવા કર્યો હિન્દૂ ધર્મના લોકો વડે કરવામાં આવે છે
ગ્રામજનોના કહેવા પ્રમાણે અહીં વર્ષો પહેલા મુસ્લિમ પરિવાર રહેતા હતા પણ તેમનું ધીમે ધીમે બધા મુસ્લિમ પરિવાર ગામ છોડીને જતા રહ્યા પણ તેમને બનાવેલી મસ્જિદ આજે પણ સહી સલામત છે ગામ લોકો કોઈ પણ શુભ કાર્ય પહેલા મસ્જિદમાં આવીને દર્શન કરે છે આ મસ્જિદનું નિર્માણ કયારે થયું તેના વિષે કોઈ જાણકારી નથી પણ ઘણા લોકોનું કહેવું છે કે મસ્જિદ ૨૦૦-૨૫૦ વર્ષ જૂની છે માડી ગામ હિન્દૂ મુસ્લિમ એકતાની મિશાલ આપે છે