ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પર્થ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. જેમાં ભારતને કારમી હાર મળી હતી. દક્ષિણ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કરતા 5 વિકેટે જીત મેળવી હતી. મેચ અંત સુધી પહોંચી અને તેઓ છેલ્લી ઘડીએ જીતી ગયા. ભારતીય ટીમ હારી ગઈ છે.
આ સિવાય વધુ એક ખરાબ અને મોટા સમાચાર સામે આવ્યા છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચની ટૂંકમાં વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 133 રન બનાવ્યા હતા. તેની સામે સાઉથ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કર્યો હતો.
જેથી તેમને મોટી જીત મળી છે. ભારતીય ટીમે અત્યાર સુધી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હાલમાં જ વધુ એક સ્ટાર ખેલાડીની ઈજાના સમાચાર સામે આવ્યા છે. આ ભારતીય ખેલાડી દક્ષિણ આફ્રિકા સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે ઓપનિંગ મેચ દરમિયાન આઉટ થયો હતો. ત્યાર બાદ તેના સ્થાને અવેજી ખેલાડીને બોલાવવામાં આવ્યો હતો.
ભારતીય ટીમ માટે આ એક મોટો આંચકો ગણી શકાય. ફરી એકવાર ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તો ચાલો જાણીએ કોણ છે આ સ્ટાર વિસ્ફોટક ખેલાડી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના ઘાતક વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક ઈજાગ્રસ્ત છે. પીઠના દુખાવાના કારણે તેને ઓપનિંગ મેચ દરમિયાન મેદાન છોડવું પડ્યું હતું.
ત્યારબાદ ઋષભ પંત વિકેટકીપર તરીકે મેદાનમાં આવ્યો અને તે અંત સુધી વિકેટ કીપિંગ કરતો જોવા મળ્યો. આ મેચમાં તે કંઈ ખાસ બેટિંગ કરી શક્યો નહોતો. તે માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. દિનેશ કાર્તિક છેલ્લા ઘણા સમયથી ટીમને ઘાતક ફિનિશર તરીકે મદદ કરી રહ્યો છે પરંતુ હાલમાં તે ઘાયલ છે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.
જો તે જલ્દી સાજો નહીં થાય તો તે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામેની મેચમાંથી બહાર થઈ શકે છે. ભારતીય ટીમને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. જેથી ફરી એક વખત બદલાવ જોવા મળશે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે હારી ગઈ છે પરંતુ છેલ્લી બંને મેચ જીતી છે. આવી સ્થિતિમાં સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ હજુ પણ ખુલ્લો છે. ભારતીય ટીમ આગામી બંને મેચો જીતીને સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી શકે છે. રોહિત શર્મા કોઈપણ ખેલાડીને છોડશે નહીં. તે મોટા ફેરફારો કરતા જોવા મળશે.