બનાસકાંઠા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે થરાદ જેટકો કંપની ના ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે છેલ્લા દસ દિવસથી એજી લાઈનમાં પાવર ન મળતો હોય અને તે સંદર્ભે પાવર આપવા અને આઠ કલાક પૂરતો પાવર આપવા માટેની રજૂઆત કરી હતી 66કેવી માંથી મળતી લાઇટ વારે ઘડીએ આવજાવ કરતાં ખેડૂતો ને ભારે હાલકી પડતી હોય છે અને અત્યારે આઠ કલાક લાઈટ ના બદલે બે થી ત્રણ કલાક આપી પછી ટીપ માં ટીપ કરી અને ત્રણ કલાક પછી લાઈટ આવે છે તે જેથી કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરા કરવા પડે છે.
હાલમાં ખેતી માટે પૂરતું પાણી નથી ત્યારે ઉનાળુ વાવેતરમાં પિયત કેવી રીતે કરવું તે પણ ખેડૂતોમાં મુશ્કેલ બની ગયું છે ત્યારે સળંગ પાવર આપવા માં આવે એવી ખેડૂતો ની માંગ છે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હાલમાં ૬૬ કેવી લાઇન થરાદ થી પીલુડા નવી લાઈન નું કામ ચાલુ હોવાથી જે ખેડૂતોને જમીન નું પૂરું વળતર મળતું નથી તો નવી જંત્રી મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે આ બાબતે યોગ્ય પગલાં સમયસર નહીં લેવામાં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી