થોડાક સમયથી ટોક્યો ઓલમ્પિકની રમત ચાલી રહી છે અને તેમાં આપણા દેશના ઘણા બધા રમતવીરોએ આ બધી રમતોમાં ભાગ લીધો છે. રમતવીરોએ દેશ માટે ઘણા બધા મેડલ પણ જીતી લીધા છે, એવામાં તેઓની જીતની સાથે નીરજ ચોપરાએ તો દેશ માટે Gold Medal જીતીને દેશનો બધા જ દેશોમાં ડંકો વગાડી દીધો હતો.
હાલમાં એક એવી જ ગુજરાતની દીકરીએ પેરાલિમ્પિક્સમાં ગેમમાં Gold મેડલ આશા અપાવી હતી, આ દીકરીનું નામ ભાવિના પટેલ છે અને તે મહેસાણાના સુંઢિયા ગામની રહેવાસી છે અને તે દીકરીએ હાલમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની આશા આપી છે.
તેની આ સિદ્ધિથી મહેસાણાના લોકોને ખુબ જ આનંદિત થયા છે.ભવિનાંના માતા-પિતા પણ તેની પર આજે ગર્વ કરી રહ્યા છે, અને એક જ ઈચ્છા છે કે ભાવિના દેશ માટે ગોલ્ડ મેડલ મેળવે અને દેશનું નામ રોશન કરે. ભવિનાંના માતા પણ એવું જ કહી રહ્યા છે કે તેમની દીકરી ભાવિના Gold Medal લઈને આવશે અને એવી જ અમારી ઈચ્છા છે. હાલમાં તેમની દીકરીએ તેમના ગામનું નામ રોશન કર્યું છે.
ત્યાર પછી તે ધીમે ધીમે પહેલા Bronze Medal લાવી હતી અને આજે તે તેની મહેનતથી ટોક્યો ઓલમ્પિક સુધી પહોંચી ગઈ છે. આજે આપણા ગુજરાતીઓ માટે આ એક ગર્વની વાત છે જ્યાં ગુજરાતની દીકરી આજે દેશનું નામ રોશન કરી રહી છે.