બુધવારના દિવસે ભગવાન ગણેશના આ ૧૨ નામ દિવસમાં એક વખત અવશ્ય બોલવા જોઈએ

Astrology

શાસ્ત્રો અનુસાર બુધવારના દિવસે બુધ ગ્રહ અને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે.બુધવારના દિવસે ભગવાન ગણેશની વિધિ વિધાન દ્વારા પૂજા કરવામાં આવે તો ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે.આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રસન્ન કરવાના ઘણા બધા અલગ ઉપાય બતાવ્યાંમાં આવ્યા છે.જે બુધવારના દિવસે કરવામાં આવે છે બુધવારના દિવસે થોડા શાસ્ત્રોમાં બતવવામાં આવેલા કેટલાક ઉપાય કરવાથી ભગવાન ગણેશને પ્રસન્ન કરી શકાય છે.માન્યતા અનુસાર બુધવારના દિવસે વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.

આપણા હિન્દૂ ધર્મમાં દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું છે.આજ બુધવારના દિવસે ખાસ કરીને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે.ગણેશજીને દરેક શુભ કાર્યોની શરુયાતના પહેલા તેમની પૂજા કરવામાં આવે છે.ગણેશજી દરેક દુઃખો માંથી મુક્તિ અપાવે છે..

ભગવાન ગણેશને સર્વપ્રથમ પૂજવામાં આવે છે.એવું માનવામાં આવે છે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ભગવાન ગણેશને યાદ કરવાથી મુશ્કેલી દૂર થાય છે.બુધવારના દિવસે ભગવાન ગણેશના આ ૧૨ નામ સવારે અને સાંજે બોલવાથી તમામ કષ્ટો દૂર થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશના આ ૧૨ નામોનું ધ્યાન ધરવાથી ભગવાન ગણેશ ખુબ ઝડપી પ્રસન્ન થતા હોય છે.જો તમે ભગવાન ગણેશ પ્રસન્ન કરવા માગતા હોય તો તેમની પૂજા કરતા સમયે આ બાર નામ અવશ્ય એક વખત બોલવા જોઈએ

૧-સુમુખ

૨-એકદંત

૩- કપિલ

૪- ગજકણક

૫- લંબોદર

૬- વિકટ

૭- વિઘ્ન નાશ

૮- વિનાયક

૯-ધૂમ્રકેતુ

૧૦-ગણાધ્યક્ષ

૧૧-ભાલચંદ

૧૨- ગજાનન

બુધવારના દિવસે મંદિરમાં જઈને ભગવાન ગણેશના દર્શન કરવા જોઈએ ભગવાન ગણેશને મોદકના લાડુનો ભોગ અર્પણ કરવો જોઈએ તે તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે ગણેશજી દરેક ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *