છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચિત રિયાલિટી શો બિગબોસ લોકોને ખુબ મનોરંજન કરાવી રહ્યો છે. સામાન્ય માણસ આ શો માં જઈને સ્ટાર બની જાય છે, તો કોઈ લોકોના દિલમાં રાજ કરી જાય છે. તમને ખબર હશે કે આ શો માં દર વર્ષે થીમ બદલાઈ જાય છે. શો દર વર્ષે ભાગ લેનાર પણ બદલાઈ જતા હોય છે. પરંતુ ના બદલાતું હોય તો બિગબોસ ની અવાજ. ૧૫ વર્ષથી બિગબોસને લોકો પસંદ કરે અને લોકોને ખુબ ગમે છે.
પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે બિગબોસના અવાજ પાછળ કોણ છે. તે વ્યક્તિ પણ આખા શો દરમિયાન બિગબોસના ઘરમાં પુરાયેલો રહે છે. શોની આખી સીઝન દરમિયાન ઘરમાં હાજર રહીને કંટેસ્ટટ ઉપર નજર રાખે છે અને જરૂર લાગે તો તેમને તરત આદેશ આપે છે. તો જાણો બિગબોસ સાથે જોડાયેલી અજાણી વાતો.
આ શોમાં તમે જે અવાજ સાંભરો છો તે વિજય વિક્રમસિંહ ની છે. તેઓ ૧૧ વર્ષથી પ્રખ્યાત શોમાં અવાજ આપવાનું કામ કરી રહ્યા છે. ઘરનો દરેકે દરેક સભ્ય તેમના અવાજનું પાલન કરે છે. આ શોમાં પહેલા અતુલ કપૂર અવાજ આપતા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે શો શરુ થવાના એક મહિના પહેલા વિજયસિંહ સિક્રેટ રૂમમાં આવી જાય છે. તેઓ અહીં પાંચ મહિના બીજા કંટેસ્ટટના જેમ રહે છે.
શોમાં ફક્ત કન્ટેસ્ટંટ જ નહીં પરંતુ વિજય વિક્રમસિંહ ને પણ આખા શો દરમિયાન મોબાઈલ ફોન રાખવા પર પ્રતિબંધ છે. તેઓ આ દરમિયાન તેમના ઘરના સભ્યો અને સબંધીઓને વાત નથી કરતા. બિગબોસ હાલમાં ખુબ જ લોકપ્રિય છે અને લોકો સારો એવો આનંદ લે છે.