બિગ બોસની મુસ જટ્ટના છે બાયસેક્સુઅલ, છોકરાઓ તરફ વધુ થાય છે આકર્ષિત.

Latest News

બિગ બોસ ઓટિટિ શરૂ થયા ના હઝુ અઠવાડિયું પણ નથી થયું. પરંતુ શૉ માં અત્યારથી જ સ્પર્ધકો વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થવા લાગ્યા છે. બિગ બોસ નું ઘર છે તો ઝઘડાઓ કોઈ નવી વાત નથી. શોના પહેલા જ દિવસ થી જ્યાં એક બાજુ પ્રતીક દિવ્ય ની લડાઈ ચર્ચામાં છે. તેવામાં શૉની બીજી એક સ્પર્ધક લઇ ને ચોંકાવનારી વાત સામે આવી છે. આ સ્પર્ધક બીજું કોઈ નહિ પરંતુ મુસ જટ્ટ છે. સ્પોર્ટબોય માં છપાયેલા એક માહિતી પ્રમાણે યુટ્યૂબર મુસ જટ્ટ એ બિગ ઓટિટિ ના લાઈવ શૉમાં કન્ફેસ કર્યું હતું કે તે બાયસેક્સુઅલ છે.


હાલમાં જ મૂસની મિલિંદ ગાબા સાથે લડાઈ થઈ ગઈ હતી. જ્યારે તેણે તેની પર અને પ્રતિક પર કોમેન્ટ પાસ કરી હતી. આ સિવાય મૂસની અક્ષરા સિંહ સાથે પણ લડાઈ થઈ ચૂકી છે. મૂસે અક્ષરા સિંહના પ્રોફેશન પર કોમેન્ટ કરી હતી. જે અક્ષરાને સહેજ પણ પસંદ આવી ન હતી. કુલ મળીને મૂસનું ઘરમાં ૩ -૪ સ્પર્ધકો સાથે જ બને છે અને તે તેમની સાથે જ દેખાય છે. મૂસ જટ્ટાનાનું અસલ નામ મુસ્કાન જટ્ટાના છે. તે ૨૦ વર્ષની છે અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અને બ્લોગર છે.


મૂસ મહિલાઓના સપોર્ટમાં ઉતરીને તેમનો અવાજ બૂલંદ કરવામાં માને છે. મૂસ જટ્ટાના પંજાબના મોહાલીની રહેનારી છે. તેના માચા પિતાએ તેનું નામ મુસ્કાન પાડ્યું હતું. તેના માતા પિતા હજુ પણ મોહાલીમાં રહે છે પરંતુ મૂસ દિલ્હીમાં રહે છે. મુસ્કાન સિંગર સિદ્ધુ મૂસેવાલાની મોટી ફેન છે અને માનવામાં આવે છે કે તેના કારણે તે મુસ્કાનમાંથી મૂસ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *