ઘણીવાર આપણે બહુ બધા દુઃખોનો સામનો કરવો પડતો હોય છે. ઘરના વ્યક્તિઓ સાથે લડાઈ ઝગડા થતા હોય છે. ગરીબી નો સામનો કરવો પડતો હોય છે. તમે વિચારતા હસો કે આપણી સાથે આવું કેમ થાય છે. પૈસાના મામલે અસફરતા જોવા મળતી હોય છે. કોઈ વાર એવી ઘટના બનતી હોય છે કે કોઈ વાસ્તુદોષ હોય તેથી લક્ષ્મી માતા પ્રવેશ નથી કરતા.
આ પક્ષી તમારા ઘરમાં દરરોજ આવે છે તો તમને અશુભ સંકેત મળી રહ્યા છે તેમ સમજવું જોઈએ. પક્ષીઓના શુભ અને અશુભ એમ બે સંકેત હોય છે. જેમકે તમારા ઘરે ચકલી આવે છે તો તમારા ઘરે નિવાસ કરી લે છે તો તે ઘરમાં દુઃખ આવતું નથી કે ગરીબી પણ જોવા મારતી નથી. પણ જો ચકલી તમારા ઘરમાં આવીને મરી જાય છે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી રહી છે તે સમજવું જોઈએ. તેને ખુબ જ અશુભ માનવામાં આવે છે.
તેવી જ રીતે ઘરની અંદર આવી ને કોઈ પક્ષી અવાજ કરે છે (કોયલ સિવાય). દરરોજ તમારા ઘરમાં આવીને અવાજ કરે છે તો એક ખરાબ ઉર્જા આવી જાય છે. તેને અશુભ માનવામાં આવે છે. તેમજ કબૂતરને શાંત સ્વભાવ માનવામાં આવે છે. કબૂતર તમારા ઘરના મુખ્ય દરવાજા પર આવીને ઘર બનાવી લે તો તેની અસર સૌથી પહેલા ઘરમાં ઝગડા વધી જાય છે. ઘરની અંદર અશાંતિ ફેલાઈ જાય છે. બીજું કે ઘરમાં પૈસા ની કંઈ રહે છે.કબૂતરને અનાજ ખવડાવવું પાણી પીવડાવવું તે શુભ માનવામાં આવે છે. પણ કબૂતર ઘરમાં આવે તેને અશુભ માનવામાં આવે છે.
દિવાળી હોય અથવા નવરાત્રી હોય તેમ સમયે તમને ઘરની આસપાસ ઉલ્લુ દેખાય તે તમારા પર માં લક્ષ્મીની કૃપા થવાની છે તેમ સમજવું. ઉલ્લુ એક માંસાહારી પક્ષી છે જો એ તમારા ઘરમાં આવીને કઈ ખાઈ લે છે અથવા રોવા જેવો અવાજ કાઢે છે તો સમજી લેવું કે તમારા ઘરમાં દ્રરિદ્રતા આવે છે. તેવી જરીતે જે પક્ષી માંસાહારી હોય અને તમારા ઘરે વારંવાર આવતા હોય તો સાવધાન થઇ જજો.
શ્રાદ્ધ માં કાગડો તમારા ઘરે આવે અને તેને ખવડાવામાં આવે છે તો તેને શુભ માનવામાં આવે છે. પરંતુ કોઈ કારણ વગર કાગડો તમારા ઘરે આવે અને વારંવાર અવાજ કરે તો તમારી ઉપર પિતૃદોષ આવી જાય છે. કાગડાનો અવાજ વારંવાર સંભારતો હોય તો તેને તરત ભગાડી દેવો જોઈએ. અથવા કોઈ પણ વસ્તુ ખવડાવી શાંત કરવો જોઈએ.
જો તમારા ઘરે મોર આવે છે અને તે કરા કરે છે તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. વારંવાર તમારા ઘરે મોર આવે છે તો ભગવાન તમારા કામ થી ખુશ થયા છે તેમ સમજવું. તમારા પરિવારમાં કોઈ પણ દુઃખ આવતું નથી. આમાંથી તમને કઈ તકલીફ હોય તો તમારે પક્ષીઓને દાણા ખવડાવા જોઈએ અને પાણી પીવડાવવું જોઈએ તેનાથી આવતી તકલીફો તમારાથી દૂર જતી રહેશે.