આ છોકરાનું નામ શિવમ છે તે રાચી માં રહે છે. તેને એમબીએ કરેલું હતું પરંતુ તેના લાયક એવી કોઈ જોબ મળી નહિ. પછી તેની સ્વચ્છતા અભિયાન ની ખબર પડી એટલે તેને રિસાયક્લિંગ નો ધંધો ચાલુ કર્યા તેનું નામ આપ્યું કબાડી ડોટ કોમ. પછી તેને રાંચી માં ઘરે ઘરેથી કચરો લેવાનું ચાલુ કરી દીધું અને બધા કચરા ને અલગ – અલગ કરી રિસાયક્લિંગ માટે મોકલ્યો.
શિવમ ના કામ થી રાચી નો કેટલોક એરીયા એકદમ સાફ થઈ ગયો. શિવમ ના આ કામ થી સ્વચ્છતા અભિયાનને ઘણો ફાયદો થયો. લોકોને શિવમનું આ કામ ખૂબ પસંદ આવ્યું હતું રિસાયક્લિંગ નું કામ વિદેશ કરતા ભારતમાં ઘણું ઓછું છે અમે આ કામ કરવા માટે એક ટીમ બનાવી.
આ કામ માટે તેને 28 લોકોને કામ પર રાખ્યા હતા જે ઘરે ઘરે જઈને કચરો લઈ આવતા હતા. અને તે કચરાને બીજા શહેરમાં રિસાયક્લિંગ કરવા માટે મોકલી દેવામાં આવે છે શિવમને દિવસના 50થી પણ વધારે કોલ આવે છે અને તેમના આજે પાંચ હજારથી પણ વધારે ગ્રાહકો છે. ઘણી બેરોજગાર મહિલાઓને શિવના આ કામથી ફાયદો થયો છે.
આ કામથી શિવમ ને પણ ફાયદો હતો અને શહેરના લોકોને પણ કેમકે શહેરની સફાઇ થઇ રહી હતી કારણકે લોકોના કચરો કોઈ દિવસ બંધ થવાનો નથી. સમય ની સાથે ધંધામાં ઘણું પરિવર્તન આવ્યું હતું. જેમકે પહેલા કચરાને મુકવા માટે એટલી બધી જગ્યા નહોતી, કચરાની તોલવા માટે પહેલા કાંટા નો ઉપયોગ કરવામાં આવતો હતો હવે તનેે તોલવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.
આજે આ કંપની મહિનાનું ટર્નઓવર આઠથી દસ લાખ સુધી પહોંચી ગયું છે આ કંપની મહિમાનું ૪૦ થી ૫૦ ટર્ન કબાડ ભેગું કરે છે. રાચી ના લોકો ઘરે બેઠા બેઠા તેમનો કચરો કબાડી ડોટ કોમ મા વેચે છે.