અફધાનિસ્તાનમાં તાલિબાને એવો ખોફ ફેલાયો છે કે ત્યાંના લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં જવા મજબુર થઇ ગયા છે.તાલિબાને હિંસક કાર્યવાહી કરીને અફધાનિસ્તાન ઘણા શહેરો ઉપર પોતાનું સ્થાન જમાવી લીધું છે અફઘાન આર્મી પણ પોતાની બધી તાકાત લગાવી તાલિબાન સામે લડી રહી છે અને ત્યાંની સરકાર તાલિબાન સામે કંઈપણ કરી શકતી નથી આતંકવાદીઓ દિવસે દિવસે અફધાનિસ્તાન મોટા મોટા શહેરો પર પોતાનું સ્થાન જમાવી રહ્યા છે. તાલિબાન બંદૂકના દમ પર વિસ વર્ષ પછી ફરી અફધાનિસ્તાન ઉપર પોતાનું સ્થાન જમાવતું જાય છે અફધાનિસ્તાનું બીજું સૌથી મોટું શહેર કંધાર પર તાલિબાને કબ્જો કરીને બેસી ગયું છે. તાલિબાને કંધાર શહેર ઉપર કબ્જો કર્યો ત્યારે અફઘાન પોલીસને પોતાના જીવ બચાવવા બધું છોડીને નાસી છુટવું પડ્યું હતું હાલ તાલિબાને કંધાર શહેરની મસ્જિદ થી લઈને સરકારી ઓફિસ બધી જગ્યાએ તાલિબાન નજરે પડી રહ્યું છે.તાલિબાન એકવાર ફરીથી અફધાનિસ્તાનમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે
તાલીબાના આતંકવાદીઓ સામે કોણ લડે અને તેમને મુંહતોડ જવાબ આપે તાલિબાન સામે લડવા એક મહિલા આગળ આવે છે આ મહિલાનું નામ સલીમાં મજારી છે જે તાલિબાન સામે લડવાનું કામ કરી રહી છે સલીમાં અફધાનિસ્તાનના એક નાનકડો ચારકિત જિલ્લાની મહિલા ગવર્નર છે જેના સામે લડવું તાલિબાન સામે ખુબ મુશ્કેલ છે જે હજારો કિલોમીટરની મુસાફરી કરીને તાલિબાન સામે લડવાનું કામ કરી રહી છે.તે પોતાની સેના મજબૂત કરવા માટે અફધાન લોકોને પ્રેરિત કરે છે. અફધાનિસ્તાનમાં થઇ રહેલા ખુન ખરાબને રોકવા માટે તે પોતાની સેના મજબૂત કરી રહી છે.
સલીમાં અફઘાન લોકોમાં એટલી લોકપ્રિય છે તેના એક ઈશારા પર ત્યાંના ખેડૂતો અને યુવાન સલિમા મઝારી ની સેનામાં જોડાઈ જાય છે સલિમા મઝારી ની સેનામાં ૬૦૦ જેટલા સૈનિકો છે.સલિમા મઝારી કોઈ દિવસ અફધાનિસ્તાનમાં રહી નથી તેમનો પરિવાર મુજાહિદીન અને રુસ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે તે દેશ છોડીને ભાગી નીકર્યા હતા તે ઈરાનમાં રેફિયૂજી બનીને રહેતા હતા સલીમાં ઈરાનમાં પોતાનો અભ્યાસ પૂરો કરે છે. તેમને પોતાના દેશ વાસિયોની મદદ કરવા માટે પોતાના પરિવારને છોડીને અફધાનિસ્તાન પાછી આવી જાય છે.તે આવીને તાલિબાન સામે લડવાનું ચાલુ કરે છે.
જયારે તાલિબાને સાલ ૧૯૯૮માં અફધાનિસ્તાન ઉપર કબ્જો કરીને પોતાની સરકાર બનાવીલે છે ત્યારે તાલિબાને મહિલાઓ માટે કડક નિયમો બનાવ્યા હતા જેમાં મહિલાઓ ઘરની બહાર બુરખો પહેરીને જવું મહિલાઓ કોલેજ કે નોકરી ના કરી શકે વગેરે જેવા નિયમો તાલિબાને બનાવ્યા હતા.જુના દિવસો પાછા આવે નહીં તે માટે આજે સલીમાં તાલિબાન સામે ડર્યા વગર લડાઈ લડી રહી છે.
સલીમાં પોતાની ગાડીની આગળની સીટ ઉપર બંદૂક લઈને બેસે છે તે ઉત્તર અફધાનિસ્તાનના ગ્રામીણ વિસ્તાર માંથી જાય છે લોકોને પોતાની ફોજમાં જોડાવા માટે અપીલ કરે છે.તેમની ગાડીની ઉપર લાઉડસ્પીકર દ્વારા અફઘાનનું મશહૂર ગીત વગાડવામાં આવે છે જેના શબ્દો મેરા વતન …. મૈં અપની જિંદગી તુજ પર કુરબાન કર દુંગા