મુઝફ્ફર ના મહમુદપુર માં રહેતા દેવેન્દ્ર ને લગ્ન માટે એક છોકરી ની તલાશ હતી જે તેનો જીવનભર સાથ આપે. તેને એવી છોકરી ની તલાશ હતી કે તેના ઘર ને સંભાળી શકે અને તેના દરેક સુખ-દુઃખમાં સાથ આપે તેને બહુ ખૂબસૂરત છોકરી કે પૈસાનો કોઈ મોહ નહોતો. તેને કોઈ છોકરીઓ મળતી ન હતી.
એવામાં તેના એક ભાઈબંધ નો સગાઈ માટે ફોન આવે છે એક છોકરી છે તેના લગ્ન કરવાના છે. તેના પરિવારે ની પરિસ્થિતિ એટલી બધી સારી નથી કે તે લોકો દહેજ આપી શકે પરંતુ એ લોકોને એક લાખ રૂપિયાની જરૂરી છે. દેવેન્દ્ર એ છોકરીનો ફોટો જોવે છે તો તેને એ પસંદ આવી જાય છે.
દેવેન્દ્ર કહેતો કે મારે નથી દહેજ જોઈતું કે નથી કોઈ પૈસા જોઈતા મારે એક સારી જીવનસાથી જોઈએ છે તે પછી દેવેન્દ્ર આ સંબંધ માટે હા પાડી અને એક લાખ રૂપિયા પણ આપવા તૈયાર થયો. બધું જ નક્કી થઈ ગયું લગ્ન રવિવારના દિવસે રાખવામાં આવ્યા. લગ્ન એક મંદિરમાં સાદાઈથી કરવામાં આવ્યા જેમાં બંને પરિવારના બે ચાર સભ્યો હાજર હતા.
લગ્ન ચાલુ થઈ ગયા અને ત્રણ ફેરા પૂરા થઈ ગયા ચોથા ફેરામાં દુલ્હન ઉભી થઇ ગઈ અને કહ્યું કે મને પ્રોબ્લમ છે એટલે મારે બાથરૂમ જવું છે. પરંતુ દુલ્હન ઘણા સમય સુધી પાછી આવી નહીં એટલે દુલ્હનના માસી તેને જોવા માટે જાય છે પરંતુ કેટલા સમય સુધી તે પણ પાછા આવ્યા નહીં. પછી દુલ્હનના પરિવાર ના લોકો તેને જોવા માટે જાય છે તે પણ પાછા આવતા નથી. અને પછી પંડિત પણ ગાયબ થઈ જાય છે.
એટલામાં જ ખબર પડે છે કે દુલ્હન એક લાખ રૂપિયા અને બધા જ દાગીના લઈને ને ભાગી ગઈ છે. આ એક લુટેરી દુલ્હન હતી. દેવેન્દ્ર એક લુટેરી દુલ્હન ના શિકાર બની ગયા હતા.