આ મંદિરમાં BSF ના જવાન પૂજા કરે છે

Uncategorized

ભારત એક આસ્થા અને શ્રધાનો દેશ છે.ભારતમાં આવેલા હિન્દૂ દેવી દેવતાના મંદિરમાં આજે પણ હજારો શ્રાધારું આવે છે.આ મંદિરમાં લાખ ભક્તો આવીને પોતાના દેવી દેવતાની પૂજા કરે છે.પોતાની મનોકામના પુરી કરવા માટે ભક્તો પોતાની મન્નતો માંગતા હોય છે. ભારતમાં આવેલા મંદિરો હજરો લોકોની આસ્થાનું કેન્દ્ર છે.ભારત ભૂમિ પર આવેલા દરેક મંદિર પોતાની અલગ અલગ વિશેષઠતા ધરાવે છે.આજે હું તમને એક એવા મંદિર વિષે બતાવીશ જેના ચમત્કાર જોઈને તમને વિશ્વાસ થશે નહીં પણ તે એક સાચી ઘટના છે.

હું આજે જેના વિષે વાત કરવા જઈ રહ્યો છું તે મંદિરનું નામ તનોટ માતા મંદિર જે રાજસ્થના જેસલમેરમાં આવેલું છે.તનોટ માતા મંદિર જેસલમેરથી ૧૨૦કિલોમીટર દૂર આવેલું છે.તનોટ માતા મંદિર સાલ ૧૯૬૫માં થયેલા ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી.

તનોટ ને ભારતીય રાજપૂત રાજા રાવ તનુજીએ તેની સ્થાપના કરી હતી અને ત્યાં તાના માતાનું મંદિર બનાવ્યું હતું જે હાલ તનોટ રાય માતેશ્વરી નામથી ઓરખવામાં આવે છે.તનોટ માતા મંદિરની પૂજા આજે પણ BSF ના જવાનો દ્વારા કરવામાં આવે છે. નવરાત્રી ના સમયે દેશભર માંથી લખો ભક્તો તનોટ માતા મંદિરના દર્શન કરવા આવે છે.અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.તનોટ માતા મંદિરમાં BSF ના જવાનો દ્વારા બપોરે બારવાગે અને સાંજે સાત વાગે આરતી કરવામાં આવે છે.તનોટ માતા ને રૂમાલ વાલી દેવીમાં તરીકે પણ ઓરખવામાં આવે છે.તનોટ માતા મંદિરમાં આવેલા ભક્તો પોતાનો રૂમાલ બાંધીને પોતાની મન્નત માંગે છે.

ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાન તરફથી બોમ નાખવામાં કોઈ કસર છોડી નતી પણ મંદિર ની આજુબાજુના વિસ્તારમાં પાકિસ્તાન તરફથી અંદાજિત 3000 જેટલા બોમ ફેંકવામાં આવ્યા હતા જેમાં ૪૦૦ જેટલા બોમ મંદિરના પરિસરમાં પડે છે.પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવેલા એક પણ બોમ ફૂટતો નથી તે બોમ આજે પણ મંદિર પરિસરમાં છે.પાકિસ્તાન બોડર થી નજીક અને જેસલમેરથી ૧૨૦ કિલોમીટર દૂર માતાના મંદિરમાં સાલ ૧૯૬૫ અને ૧૯૭૧ પાકિસ્તાન તરફથી ફેંકવામાં આવેલા એકપણ બોમ મંદિરના પરિસરમાં ફૂટતા નથી

આ મંદિર ૧૨૦૦ વર્ષ જૂનું છે એવું કહેવામાં આવે છે સાલ ૧૯૬૫ના યુદ્ધમાં માતાના ચમત્કાર જોઈને પાકિસ્તાનના બ્રિગેડિયર શાહનવાઝ ખાને તનોટ માતાના દર્શન કરવા માટે ભારત સરકાર જોડે પરમિશન માંગી હતી. ભારત સરકાર બ્રિગેડિયર શાહનવાઝ ખાને અનુમતિ આપે છે ખાન તનોટ માતા ના દર્શન કરવા માટે આવે છે અને માતાના મંદિરમાં એ ચાંદીનું શસ્ત્ર માતાને ચડાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *