ગુજરાતના અમદાવાદ શહેરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. શહેરના મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી એસટી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
જો કે, ધુમાડો જોઈને ડ્રાઈવરે તાત્કાલિક બસને રોડની બાજુમાં ઉભી રાખી હતી અને તમામ મુસાફરોને સમયસર બસમાંથી બહાર કાઢ્યા હતા. આખી બસ ગઈરાપ્ત માહિતી અનુસાર આશરે 25 મુસાફરોથી ભરેલી આ બસ આરટીઓ ઓફિસથી મણિનગર તરફ જઈ રહી હતી.
દરમિયાન બસના પાછળના ભાગમાં આગ ફાટી નીકળી હતી. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. જોકે, આ દરમિયાન ડ્રાઇવરે બાજુના કાચમાંથી ધુમાડો નીકળતો જોયો અને તરત જ બસ રોકી દીધી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. જોકે ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી.