બુટ ચપ્પલ ની દુકાન પર બેસવાથી લઈને કલેક્ટર બનવા સુધીની સફર પુરી કરી, તેમની સખત મહેનતના કારણે અસંભવને સંભવ કરી બતાવ્યું.

Uncategorized

આઈએએસ ટોપર્સ વિષે મોટા ભાગે એક માનવામાં આવે છે કે તે તેમના પરિવારનો કોઈ સભ્ય સરકારમાં સારી પોઝિશન માં હોય અથવા તેમનો પરિવાર આર્થિક રૂપે સધ્ધર હોય. પરંતુ ઘણીવાર આવી ધારણાઓને કાબેલ યુવાનોએ અસત્ય સાબિત કરીને બતાવ્યું છે. એવા ઘણા યુવાનો છે કે જેમની ફેમિલી આર્થિક રૂપે કમજોર હોય છે તેમ છતાં પણ તેઓ આકરી મહેનત કરીને સફરતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરે છે. ઘણીવાર તેમને નિરાશાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ તેઓ તેમની મંજિલ પામીને રહે છે.

તમને એવા વ્યક્તિ વિષે જણાવી રહ્યો છું કે જે ચપ્પલની દુકાન પર કામ કરવાની સાથે ઘણીવાર અસફરતાનો સ્વાદ ચાખ્યો છે. ઘણીવાર નિરાશાનો સામનો કરવો પડ્યો પણ હાર ન માની અને વર્ષ ૨૦૧૮માં યુપીએસી ની પરીક્ષામાં ચોથા પ્રયત્ને ઓલઓવર ૬ રેન્ક પ્રાપ્ત કરીને એક અલગ જ મિશાલ બતાવી.

તે સફર વ્યક્તિનું નામ છે શુભમ ગુપ્તા. તેઓ જયપુરના રહેવાસી છે. શુભમના પિતાને ચપ્પલની દુકાન હતી અને તેઓ પણ ત્યાં જ બેસતા હતા. તે પછી પિતાના કામના કારણે તેમને મહારાષ્ટ્માં ઘર લેવું પડ્યું. ત્યાં ભણવા માટે મરાઠી આવડવું જરુરી હતું. પરંતુ શુભમ ને તે મરાઠી ભાષા નું કોઈ જ્ઞાન નહોતું. જેથી તેમનું ઘરથી ૮૦ કીમોમીટર દૂર એક હિન્દી સ્કૂલમાં એડમિશન લીધું. તેના માટે તેને સવારે પાંચ વાગે ઉઠીને સ્કૂલે જવું પડતું હતું અને આવી ને તે પિતાની દુકાન પણ સંભારતો હતો.

દિવસે વાંચવાનો સમય ન મળતા તેઓ રાત્રે વાંચતા અને આવી રીતે તેમને ૧૨ મુ ધોરણ સારા માર્ક્સ સાથે પાસ કર્યું. તેમને અર્થશાસ્ત્રના વિષય પર ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પછી તેમને ઈકોનોમી પર માસ્ટર્સ પણ કર્યું. તેમને ૧૨ માં પછી તરત જ upsc ની તૈયારી શરુ કરી દીધી હતી. તેમને ત્રણ વાર અસફરતા હાથ લાગી પણ તેમને હાર ન માની અને ચોથા પ્રયત્ને સમગ્ર ભારત માં ૬ નંબર મેળવીને પરીક્ષા પાસ કરી.

કોઈ પણ વ્યક્તિએ અસફરતાથી શીખ લઈને આગળ વધવું જોઈએ. શુભમે આ વાતની સારી રીતે ધ્યાને લઈને તૈયારી ચાલુ કરી અને સફરતા હાંસલ કરીને યુવાનોને એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *