અમેરિકાના કેલિફોર્નિયા શહેર હકીકત માં આ કોઈ શહેર નથી પણ કેલીફોર્નિયા શહેરનો એક હવાઈ મથક વિસ્તાર છે. જેને કૈમરન એર પાર્ક તરીકે ઓળખાય છે. આ કૈમરન એયર પાર્ક વિસ્તારમાં નોકરી માંથી નિવૃત થયેલા અને હાલમાં કામ કરતા પાયલોટ લોકો રહે છે. અહીં રહેતા ડોક્ટરો અને વકીલો ને પણ પોતાના પ્લેન હોય છે. એ લોકો ની આવક સારી હોવાથી આ લોકો પ્લેન રાખતા હોય છે પ્લેન નો ખર્ચ એ લોકો પોસાય છે.
અમેરિકાના આ શહેરમાં લોકો ઘરે ઘરે પ્લેન રાખે છે. અને દરેક ઘરમાં એક પાયલોટ છે. અને દરેકના ઘરની આગર એક એક પ્લેન ઉભા હોય છે. જેમ કે આપડા દેશમાં ઘરે ઘરે ગાડીઓ ઉભી હોય તેમ ત્યાં પ્લેન ઉભા હોય છે. અહીંના લોકો ઓફિસે થી ઘરે આવવા જવા માટે પોતાના વિમાન લઈને જાય છે. અહીંના લોકો વિમાનના ખુબજ શોખીન હોય છે. એ લોકો વિમાન પહેલા શીખે છે અને પછી સાઇકલ શીખે છે. એટલા બધા શોખીન હોય છે.
ત્યાંના બધા જ રસ્તાઓ રનવે નું કામ કરે છે. એરપોર્ટ પર જે રનવે બનાવવા માટે માલ સામાન વાપરવામાં આવ્યો હોય છે એ જ માલ સામાન અહીં રસ્તા બનાવવામાં વાપરવામાં આવે છે. ત્યાં ના રસ્તા એક દમ પોહર હોય છે. પરંતુ સિંગલ વે હોય છે. અહીંના રસ્તા પર એક બાજુ વિમાન જતા હોય છે અને બીજી બાજુ બીજા પણ સાધન જતા હોય છે. રસ્તા માં જતી વખતે વિમાનને કે પંખાને કોઈ નુકસાન ન થાય તે માટે ટ્રાફિક સિગ્નલ અને લેટર બોક્સ ની ઊંચાઈને ઓછી રાખવામાં આવે છે જેથી કોઈ નુકસાન ન થાય.
અહીંના બધા રસ્તાઓના નામ વિમાનના નામ પર થી રાખવામાં આવેલા છે. જેમ કે બોઇંગ રોડ, જેટ રોડ, આવા નામ રાખવામાં આવે છે. અહીંના લોકો ખુબજ માયારુ હોય છે. ત્યાં કોઈ પત્રકાર, ઇતિહાસકાર કોઈ માહિતી માટે ગયા હોય તો ત્યાંના લોકો પોતાના પ્લેનમાં બેસાડીને ફેરવે છે. અને બધું સમજાવે પણ છે. અહીંના પાયલોટોને એરપોર્ટ પહોંચવામાં વધુ સમય લાગતો હતો આથી પાયલોટ કોલોની બનાવવાને બદલે મોટા એરપોર્ટ ની બાજુમાં એરપાર્ક બનાવવામાં આવ્યું છે. હવે પાઇલોટ જોબ પર મોડું આવવાનું કોઈ બહાનું હોતું નથી એમની જોડે. ત્યાંના વિસ્તારમાં કોઈ મોટી બિલ્ડીંગો કે બે મારવાર મકાનો જોવા મળતા નથી. ત્યાં બધા નાની સાઈઝ ના બઁગલા હોય છે. આ હવાઈ નગરીનો નજારો જોવા લાયક હોય છે. અહીં આપણે ટેક્ષી બુકિંગ કરાવી એ છીએ તેમ ત્યાં એરટેક્ષી નું બુકિંગ થાય છે.