જૈન સમાજના યુવક અને યુવતીઓ વૈભવી લાઈફ સ્ટાઈલ વાળું જીવન ત્યાગીને સન્યાસી બન્યા હોવાની માહિતી ઘણી વખત સામે આવે છે. જૈન સમાજમાં મોટેરાથી લઇને નાણા બાળકો સંયમનો માર્ગ અપનાવતા હોવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્યારે સુરતમાં એક ૧૨ વર્ષની દીકરીએ વૈભવી લાઈફ સ્ટાઈલનો ત્યાગ કરીને સંયમના માર્ગે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. બાળાવસ્થામાં આ પ્રકારનો નિર્ણય કરનાર દીકરીનું નામ આન્સી શાહ છે. તેના પિતા દિપક શાહ હીરાના વેપારી છે. આન્સી હવે સંયમનો માર્ગ અપનાવવા માટે દીક્ષા ગ્રહણ કરશે.
તે નવા-નવા સ્થળો પર ફરવા જવાનું વધારે પસંદ કરતી હતી. આન્સી જ્યારે ૬ વર્ષની હતી તે સમયે જ તેને અઠ્ઠાઈના ૮ ઉપવાસ કર્યા હતા. એક વર્ષ પછી એટલે કે ૭ વર્ષની ઉંમરે ૧૬ ઉપવાસ કર્યા હતા. આ ઉપરાંત જયારે તે ૯ વર્ષની થઇ ત્યારે તેને માસ ક્ષમણનું તપ ૩૦ દિવસ સુધી કર્યું હતું.
આન્સીના પિતાએ દિપક શાહનું કહેવું છે કે. તેમની દીકરીને તારક મહેતા શો જોવાનો ખૂબ જ શોખ હતો. આન્સી પુણ્ય રેખાશ્રીજી મહારાજના સાનિધ્યમાં ફેબ્રુઆરી 2022માં દીક્ષા ગ્રહણ કરશે. મહત્ત્વની વાત છે કે, પુણ્ય રેખાશ્રીજી મહારાજના સાનિધ્યમાં ૪૦૦ મી દીક્ષા થવા જઈ રહી છે. આન્સીના પિતા આશા રાખી રહ્યા છે કે તેમની દીકરી સંયમના માર્ગ પર ખૂબ સારી રીતે આગળ વધે અને જન કલ્યાણ માટે કાર્ય કરે.