બિલાડી જો તમારા આગરથી રસ્તો કાપે તે તેને અશુભ કેમ માનવામાં આવે છે. શું તમે જાણો છો દરેક પરિસ્થિતિ માં બિલાડીને રસ્તો કાપવો અશુભ છે. હું તમને જણાવીશ બિલાડી સાથે જોડાયેલ રોચક સત્ય જે જાણી ને તમને નવાઈ લાગશે. આપણે લોકો એવું માનીએ છીએ કે બિલાડી રસ્તો કાપે તો તે અશુભ કહેવાય. માટે બિલાડી રસ્તો કાપે તો થોડી વાર આપણે રોકાઈ જતા હોઈએ છીએ અને પછી બીજું કોઈ વ્યક્તિ આવે અને તે રસ્તાને પાર કરે તેનાથી અપશુકન પુરા થઇ જતા હોય છે. પરંતુ હકીકત એવી છે કે દરેક પરિસ્થિતિમાં બિલાડીને રસ્તો કાપવો અપશકુન નથી હોતું.
જાણો તેની પાછળનું હકીકત શું છે. એમાં એવું માનવામાં આવે છે કે બિલાડી ડાબી બાજુથી રસ્તો કાપતી જમણી બાજી જતી હોય ત્યારે તેને અશુભ માનવામાં આવે છે. બીજી કોઈ અન્ય પરિસ્થિતિમાં તેને અશુભ માનવામાં નથી આવતું. હકીકતમાં એવું છે કે કૂતરાની જેમ બિલાડીની વિચાર શક્તિ ખુબ વિકસિત હોય છે. માટે ભવિષ્યમાં થનારી ઘટનાઓને બિલાડી જાણી લે છે એટલા માટે તમારો રસ્તો કાપી તમારા સાથે બનનારા અણબનાવથી સચેત કરે છે. બિલાડી એ રીતે તમને સંકેત આપે છે કે રોકાઈ જાઓ નહીંતર દુર્ઘટનાનો ભોગ બનવું પડશે.
આ પણ જાણી લેજો કે બિલાડી તમારા ઘરમાં આવી ને રોવા લાગે તો ખરાબ પ્રભાવ અથવા ખરાબ સંકેત માનવામાં આવે છે. કઈ પણ અણબનાવ બનવાની સંભાવના રહેતી હોય છે. બિલાડીથી અપશુકન જ થાય એવું નથી જો બિલાડી તમારા ઘરે આવી ને દૂધ પીવે છે તો તેને શુભ માનવામાં આવે છે અથવા તમારા ઘરે આવીને બચ્ચા ને જન્મ આપે તો તેને ખુબ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે તમારા ઘરે ધનની વર્ષા થવી છે. આવું થાય તો માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર થઇ ગઈ છે તેમ સમજવું.