જે ખેડૂતોએ ચણાના પાકનું વાવેતર કર્યું છે તેમના માટે આ વર્ષ સારું રહેશે તેવું લાગી રહ્યું છે. મોટાભાગના માર્કેટ યાર્ડમાં ખુબ સારા ભાવ બોલાઈ રહ્યા છે. સરકારે આ વખતે ચણાની msp ( મિનિમમ સપોર્ટ પ્રાઈઝ) દર વધારીને ૧૦૪૬ કરી છે જેથી પાક પકવતા ખેડૂતો આનંદિત થયા છે. વૈશ્વિક મારામારીઓ વચ્ચે પણ સરકાર સારા ભાવ આપવાના પ્રયન્ત કરી રહી છે.

એમએસપી કરતા પણ બજારમાં ઊંચા રહેશે તેવી ખેડૂતો અને વેપારીઓમાં આશા સેવાઈ રહી છે. પાછલા વર્ષો કરતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે પણ સામે ઉત્પાદનમાં નોંધપાત્ર ધટાડો દેખાય છે. પરંતુ સારા ભાવોના કારણે સરેરાશ જળવાઈ રહી છે.
દર વર્ષ કરતા આ વર્ષે ખેડૂતોને હવમાને સાથ આપ્યો નથી. વાતાવરણ ખુબ બદલાવ આવતો રવિ પાકોમાં નુકશાન પણ જોવા મળ્યું હતું. કમોસમી ઝાપટા તો વારંવાર જોવા મળ્યા હતા. પરંતુ ચણા પાકને કોઈ માઠી અસર જોવા મળી નથી. ચણાની આવકો માર્કેટયાર્ડમાં શરુ થઇ ગઈ છે અને સારા ભાવ બોલાઈ રહ્યા છે. જાણો વિવિધ માર્કેટ યાર્ડના ચણાના ભાવ.
જામનગર : ૬૯૦ થી ૮૯૫
ગોંડલ : ૮૩૧ થી ૯૧૬
અમરેલી : ૭૦૦ થી ૯૭૧
જસદણ : ૭૫૦ થી ૧૦૦૦
વેરાવળ : ૮૪૧ થી ૯૫૧
દાહોદ : ૯૦૦ થી ૯૧૦
ગોધરા : ૮૪૦ થી ૯૦૦