મોટાભાગના ભારતીયો વિદેશ જાય છે પરંતુ દરેક લોકો પોતાનાથી શક્ય હોય તેટલું ધર્મનું પાલન કરતા હોય છે. આજની તારીખે વિદેશી ધરતી ઉપર પણ હિન્દુ ધર્મના વિશાળ મંદિર જોવા મળતા હોય છે. પરંતુ વિદેશમાં રહેલા હિન્દુઓની અમુકવાર પોતાના ધર્મ અને પરંપરાનું પાલન કરવામાં મુશ્કેલીઓ નડતી હોય છે. આવી જ ઘટના આપણા એક ગુજરાતી બાળક સાથે બની છે પરંતુ તેને ધર્મને સર્વોપરી રાખ્યો.
આ સમગ્ર વિવાદ અંગે શુભના પિતાએ જણાવ્યું કે, તેઓ ઘણા વર્ષોથી બ્રિસ્બેનમાં સ્થાયી છે. તેમનો આખો પરિવાર બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે અને તેઓ સત્સંગમાં ખૂબ માને છે. ગયા રવિવારે બાર વર્ષનો શુભ પટેલ ઘર થી દુર ક્લબમાં ફૂટબોલ રમવા ગયો હતો. ત્યારે તે સમયે તેના હાથમાં રેફરી એ રાખડી જોઈ અને તેને હટાવવાનું કહ્યું તરત જ શુભ પટેલે હટાવી દીધી કારણકે તેનાથી અન્ય ખેલાડીઓ ઈજા ન પહોંચે.
ત્યારબાદ રેફરી ની નજર શુભના ગળામાં પહેરેલી કંઠી પર પડી તે જોતા રેફરી એ કંઠી હટાવવાનું કહ્યું. તે દરમિયાન શુભે કહ્યું કે હું હિન્દુ છું રમત છોડી શકું પણ ગળામાંથી કંઠી નટ આવી શકું. કંઠી ન કાઢતા તેને મેચમાં રમવા દેવામાં આવ્યો ન હતો. મૂળ ગુજરાતના ભાવનગર જિલ્લાના સિહોર ના વતની હિમાંશુ પટેલ ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં તેમના પરિવાર સાથે રહે છે. તેમનો દીકરો શુભ ખૂબ ભક્તિભાવ ધરાવે છે.
ત્યારબાદ સમગ્ર ઘટનાની વાત જાણીને કોચે તે ઘટનાને વખોડી કાઢી હતી અને મોટો વિવાદ થતા ટર્યો હતો. ફૂટબોલ એસોસિએશન દ્વારા શુભ ના પરિવારની માફી માગી અને તેને કંથી સાથે રમવાની પરવાનગી આપી.