આ આપણી ભાગદોડ ભરી જીંદગી માં જરૂરિયાતો પૂરી કરવા ખુબજ મહેનત કરવી પડતી હોય છે. પરંતુ આટલી બધી મહેનત કરવા છતાં પણ બધું મળતું નથી. પરંતુ અમુક એવા લોકો પણ હોય છે કે ઓછી મહેનત કરતા હોય છે તોપણ સારી સફળતા મળતી હોય છે.
કહેવાય છે કે ગ્રહો તમારા જીવનમાં મુશ્કેલી પેદા કરતા હોય છે ધન પ્રાપ્તિમાં પણ મુશ્કેલી ઉભી કરતા હોય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં અમુક ઉપાય આપેલા છે તે જાણો.
ચોખાને પૂજનીય ગણાય છે કારણકે પૂજામાં અને દરેક સારૂ કામ કરતા હોઈએ છીએ એમાં ચોખા વપરાતા હોય છે. ચોખા નો સંબંધ ચંદ્રમા સાથે જોડાયેલો હોય છે. જો તમે આ ચોખાનો ઉપયોગ તમારી જિંદગીમાં કરો તો અનેક પ્રકારના લાભ થતા હોય છે. ધીમે-ધીમે તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
ચોખાના ડબ્બામાં તમે ચાંદીનો સિક્કો મૂકી દો જો તમારી જોડે ચાંદીનો સિક્કો ના હોય તો તમે એક રૂપિયાનો સિક્કો પણ મૂકી શકો છો આ સિક્કાને ચોખાના ડબામાં મૂકી જ રાખવો અને સિક્કાને દિવાળી માં લક્ષ્મી પૂજા ના દિવસે બાર કાઢી પૂજા કરીને ફરીથી ચોખાના ડબામાં મૂકી દેવો.
ખાસ કરીને એ ધ્યાન રાખવું કે જે ડબ્બામાં સિક્કો મુક્યો હોય એ ડબ્બામાં ક્યારેય એ ચોખા નો ડબ્બો ખાલી થવો ન જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં ધનની કમી રહેતી નથી અને લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારા જીવનમાં બની રહેતી હોય છે.