ભારત ધાર્મિક દેશ છે ભારતમાં આજે દેવી-દેવતાના નાના-મોટા અસંખ્ય મંદિરો આવેલા છે હિંદુ ધર્મ દેવી-દેવતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે ભારતમાં આવેલા દરેક મંદિરમાં દેવી દેવતાની ભવ્ય પ્રતિમા બિરાજમાન હોય છે આ દરેક મંદિર પોતાની એક અલગ વિશિષ્ટ ઓળખાણ ધરાવે છે આજે હું તમને ચોટીલા મંદિરના એક રહસ્ય વિશે બતાવીશ આ રહસ્યને મોટાભાગે કોઈ નહિ જાણતું હોય
ચોટીલા મંદિર એક હિન્દુ ધર્મનું મંદિર છે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ચોટીલા ડુંગર ઉપર આવેલું છે આ મંદિરમાં સાક્ષાત ચામુંડા માં બિરાજમાન છે ચોટીલા મંદિરનું ખુબ મહત્વ રહેલું છે મંદિરમાં બિરાજમાન ચામુંડા મતાજીનાં દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે પૂનમના દિવસે ભક્તોની સંખ્યામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળે છે
ચોટીલા મંદિર સાથે ઘણી બધી કથાઓ પણ પ્રચલિત છે હજારો વર્ષો પહેલા ચંડ અને મુંડ નામના બે રાક્ષસ અહીં રહેતા હતા આ બે રાક્ષસ ત્યાંના લોકોને ખૂબ પરેશાન કરતા હતા જ્યારે તેમનો અત્યાચાર વધારે પડતો થવા લાગ્યો રાક્ષસ થી છુટકારો મેળવવા માટે ત્યાંના લોકો અને ઋષિમુનિઓ માતા આદ્ય શક્તિની પૂજા અર્ચનાથી માતાજી પ્રસન્ન થાય છે અને બે રાક્ષસોનો વધ કરે છે ચંડ મુંડ રાક્ષસનો વધ કરવાથી ત્યાંના લોકોએ માતા ચામુંડા નામથી પર્વત ઉપર તેમની સ્થાપના કરી જે જગ્યાએ માતાજીએ બે રાક્ષસોનો વધ કર્યો હતો
ચામુંડા માતા નું વાહન સિંહ છે આજે પણ એવી માન્યતા છે કે રાતના સમયે સિંહ માતાજી પાસે આવી છે આ કારણથી સાંજની આરતી પછી મંદિરના પાસે જવાની મનાઈ કરવામાં આવે છે સાંજની આરતી પછી મંદિરના પૂજારી પણ પર્વત ઉપરથી નીચે આવી જાય છે રાત્રે માતાજીની પ્રતિમા સિવાય ડુંગર ઉપર કોઈ વ્યક્તિ રહેતો નથી
ચોટીલા ડુંગરા ઉપર બિરાજમાન ચામુંડા માં દરેક વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે અહીં આવનાર દરેક ભક્તોની માતાજીના દર્શન કરવા માટે 700 પગથિયા ચડવા પડતા હોય છે મંદિરમાં પ્રવેશતાની સાથે જ સકારાત્મક ઊર્જાનો આભાસ થાય છે આ એક પ્રાચીન અને ચમત્કારિક મંદિર છે