દુનિયામાં ઘણા બધા પ્રકારના સાપ જોવા મળે છે.તેમાં અમુક સાપ ખુબ ઝેરીલા હોય છે.તે ઘણી વખત ઘરની આજુ બાજુ ખોરાકની તલાશમાં આવી જતા હોય છે.તેથી તેમને પકડવા માટે સાપ પકડવામાં ખુબ એક્સપર્ટ હોય તેવા લોકોને બોલવાની ફરજ પડે છે.સાપમાં કોબ્રા નામની એક પ્રજાતિ ખુબ ઝેરીલી હોય છે.તે દુનિયાનો સૌથી વધારે ઝેરીલો સાપ હોય છે.જે તે એક વખત ડંખ મારેતો જીવવું ખુબ મુશ્કેલ બની જાય છે.તેવી એક ઘટના થોડા સમય પહેલા રાજસ્થાન માં બની કોબ્રા સાપને બચાવવા જતા પોતાનો જીવ ગુમાવો પડ્યો.
રાજસ્થાના પાલીના શેખાવત નગરનો રહેવાસી મનીષ વૈષ્ણવ જે સાપ પકડવામાં ખુબ એક્સપોર્ટ હતો.તે લગભગ પાછલા ૧૯ વર્ષ થી સાપ પકડવાની કલા જાણતો હતો.તે પોતાના વિસ્તારમાં સાપ આવી જાય તો ત્યાંના લોકો મનીષને બોલાવતા હતા મનીષ તે સાપ પકડીને કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકી આવતો હતો.મનીષે ઘણા સાપોને પકડીને તેમનો જીવ બચાવ્યો હતા.તે આ કામ કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર કરતો હતો.
મનીષ એક સાપ પકડીને સુરક્ષિત જગ્યાએ છોડવા જાય છે જ્યાં દુનિયાનો સૌથી ઝેરીલો સાપ તેને કરડે છે.કોબ્રા સાપે ડંખ માર્યા પછી મનીષ એક વિડિઓ બનાવે છે.તે વિડીયો માં મનીષ લોકો ને સલાહ આપે છે.જો તમે સાપ પકડો તો પુરી સાવચેતી રાખજો અને જો સાપ કરડે તો તરત જ હોરસ્પિટલમાં જવું.વિડિઓ બનાવ્યાના થોડા સમય પછી મનીષની તબિયત ખુબ ખરાબ થવા લાગી.
મનીષની તબિયત ખરાબ થવાથી તેને નજીક ની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો પણ તેને વધુ સારવાર માટે જોધપુર લઈ જવાનું નક્કી કર્યું પણ મનીષ જોધપુર પહોંચે તે પહેલા રસ્તામાં તેનું દુઃખદ અવસાન થયું.મનીષના અવસાના સમાચાર તેના પરિવાર ના લોકોને મળતા પરિવાર ખુબ ઘેર આઘાતમાં સરી પડ્યો.
મોતના સમાચાર થી પરિવારમાં માતમ છવાઈ ગયો મનીષ ત્રણ ભાઈ બહેન માં સૌથી નાનો હતો.મનીષના પિતાનું થોડા સમય પહેલા અવસાન થયું હતું.તો મિત્રો કોઈપણ સાપ પકડવા જાવો ત્યારે ખુબ સાવચેતી રાખવી