ભારત દેશ મંદિરો ના દેશ તરીકે ઓરખાય છે. આજે તમને તેમાંથી એક મંદિરનો પરિચય કરાવું. તે મન્દિર છે કે તમને દૂરથી જ ડુંગર પર માં લખેલો શબ્દ દેખાય છે તેવા ચોટીલા માતાનું મંદિર. આ મંદિર માંડવની ટેકરીઓના સૌથી ઊંચા શિખર ચોટીલા પર માં ચામુંડા બિરાજમાન છે. માનું નામ લેતાની સાથે જ શાંતિનો અનુભવ થાય છે.
ચોટીલા ડુંગર જ્વારામુખીથી બનેલો ડુંગર છે. ચામુંડા માં આ પર્વત પર કેવી રીતે બિરાજમાન થયા તે બહુ જ રોચક છે. દેવી ભાગવત અનુસાર આ વિસ્તારમાં ચંદ અને મૂંડ નામના રાક્ષશોનો ખુબ ત્રાસ હતો. જે દેવી દેવતા અને આસપાસ ના લોકોને ખુબ હેરાન પરેશાન કરતા હતા. તેમાંથી મુક્તિ મેરવવા માટે તેમને માતા પાર્વતી જોડે પ્રાર્થના કરી. માતા પાર્વતી એ આ બંને રાક્ષશોનો વધ કરવા બે રૂપ ધારણ કર્યા અને બંનેનો નાશ કર્યો. માતાજીએ બે રૂપ ધારણ કર્યા હતા એટલે માતાજીની પ્રતિમા બે મુખ વારી જોવા મળે છે.
ચામુંડા માતાજી રાજ્યના ઘણા સમજોના કુળદેવી તરીકે પૂજવામાં આવે છે. આ જગ્યાએ વર્ષો પહેલા નાનો ઓરડો હતો અને તે સમયે ઉપર ચડવા પગથિયાં પણ નહોતા છતાં પણ ભક્તો ત્યાં દર્શન કરવા જતા. આજથી અંદાજિત ૧૫૦ વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગિરિ બાપુ ત્યાં માતાજી ની પૂજા કરતા હતા જોડે જોડે મંદિરના વિકાસ ના કામો પણ કરતા. અત્યારે તેમના વંશજો પરંપરાગત રીતે સેવા પૂજા કરે છે.
ચામુંડા માતાના દર્શન પહેલા ભક્તોને મહાકાળી માતાના સ્થાનકના દર્શન થાય છે ત્યાંથી તેમની યાત્રા શરુ થાય છે. માતાના ડુંગર પર પહોંચ્યા પછી ત્યાં દર્શન કરતા તમને એમ થતું હશે કે માતા હાજર હજુર છે. ચામુંડામાંની ચોસઠ જોગણીઓ અને એક્યાશી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણના થાય છે.
આ મંદિરના પાછળના ભાગમાં ભક્તો સિક્કાઓ ચોંટાડે છે અને એવું કહેવાય છે કે જે કોઈ ભક્ત સાચા મનથી અહીં સિક્કો ચોંટાડે અને ચોંટી જાય તો તેની દરેક માન્યતા પુરી થતી હોય છે તેવું ભક્તો દ્વારા માનવામાં આવે છે. અહીંયા માતાજી ના રક્ષણ માટે બટુક ભૈરવ બિરાજમાન છે. ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય સૌ કોઈ નું મન મોહી લે છે. અહીં માતાજીના મંદિરે ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા છે અને રહેવા માટેની પણ સગવડ છે. ત્યાં પાર્કિંગની પણ ખુબ સરસ વ્યવસ્થા છે. આસો મહિનાના આઠમા નોરતે ડુંગર પર નવચંડી હવનનું આયોજન કરવામાં આવે છે. ત્યાં દરરોજ ભક્તોનો ઘસારો રહેતો હોય છે તેમાં પણ પૂનમ અને દિવાળીના સમયે વધુ ભીડ જોવા મળે છે.