મિત્રો આજે ગુજરાતની અંદર ઘણા બધા કલાકારો છે અને દરેક કલાકારોએ ગુજરાતની સંસ્કૃતિ અને લોક ડાયરા અને પોતાની આગવી ઓળખ દેશ અને વિદેશમાં પણ ખૂબ જ વધારે પ્રખ્યાત બનાવી છે. આજના સમયમાં ઘણા બધા કલાકારો છે કે જેનું નામ વિદેશમાં પણ ખૂબ જ વધારે પ્રખ્યાત છે.
આમ છતાં ખુબ જ સામાન્ય જીવન જીવી રહ્યા છે. લોકપ્રિયતા મળ્યા પછી સામાન્ય જીવન જીવવું તેના કરતાં વધારે મોટી વાત કહેવાયત્યારે આજે આપણે ગુજરાતના જ એક એવા હાસ્ય કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતના હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા એવા ધીરુભાઈ સરવૈયા ના તો આપણે સૌ કોઈ લોકો જાણતા જ હશું.
ધીરુભાઈ સરવૈયા ના અંગત જીવન વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આજના સમયમાં ધીરુભાઈ સરવૈયા ના જીવનની કેટલીક અંગત વાતો અને કેટલીક અનોખી વાતો આજે તમને કરવા જઈ રહ્યા છીએ
તમને સૌ કોઈ લોકોને જાણીને નવાઈ લાગશે કે ધીરુભાઈ સરવૈયા હાસ્યનો કાર્યક્રમ ઉપરાંત ગામડાની અંદર ખેતી પણ કરે છે. ધીરુભાઈ સરવૈયા ના પરિવાર ની અંદર તેમના પિતા પત્ની અને તેનો પરણિત દીકરો અને પુત્રવધુ છે તેમાં ધીરુભાઈ સરવૈયા પોતાના ગામની અંદર ખૂબ જ સાધુ જીવન જીવે છે અને ગામડામાં રહીને ધીરુભાઈ સરવૈયા 3 BHK નું ઘર છે. ના ઘરથી ત્રણથી ચાર કિલોમીટરના અંતરે તેમની વાડી આવેલી છે
અને ત્યાં પણ પાકો મકાન છે તેમ જ તેમને વાડીની અંદર ટ્રેક્ટર દ્વારા ધીરુભાઈ સરવૈયા ખેતી કરે છેધીરુભાઈ સરવૈયા ના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો, તેઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના જ ગામ ખીરસરા ગામની અંદર પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેમના મિત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે ધીરુભાઈ સરવૈયા માત્ર ચાર ચોપડી અભ્યાસ કર્યો છે અને સંગીતની વાત કરવામાં આવે તો, ધીરુભાઈ સરવૈયા ના સંગીત વારસામાં મળ્યો હતો અને નાનપણથી જ છંદ દુહા અને ભજન ગાતા હતા
ત્યાર પછી ધીરુભાઈ ધીરે ધીરે હાસ્ય કલાકાર બની ગયા હતાધીરુભાઈ સરવૈયાએ પોતાના જીવનની અંદર અનેક પ્રકારના સંઘર્ષો કર્યા હતા અને ધીરુભાઈ સરવૈયા અને પહેલી વખત માલવયા કોલેજ ની અંદર કાર્યક્રમ મળ્યો હતો અને દૈનિક દસ રૂપિયાના પગાર ધીરુભાઈ સરવૈયાએ આર.કે 4g પ્લાન્ટમાં છ વર્ષ નોકરી કરી હતી ત્યાર પછી ધીરે ધીરે તેઓ હાસ્ય કલાકાર તરીકે પ્રખ્યાત બન્યા.
વર્ષ 1994 માં હેમંતભાઈ ચૌહાણની સાથે ધીરુભાઈ સરવૈયા ને અમેરિકામાં હાસ્યનો કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો હતો.ધીરુભાઈ ત્યાર પછી 40 થી પણ વધારે દેશોની અંદર પોતાનો કાર્યક્રમ કરી ચૂક્યા છે અને ધીરુભાઈ સરવૈયા આવો વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યોની અંદર પણ કાર્યક્રમમાં ફ્રી માં પ્રોગ્રામ કરે છે. એક સમયે દસ રૂપિયાથી શરૂઆત કરી હતી અને આજે ધીરુભાઈ સરવૈયા એક કાર્યક્રમ માટે 60 હજાર રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની ફી વસૂલ કરે છે