આમ તો નોર્મલી કોફીને ઝાડ પરથી તોડીને ફેક્ટરીમાં મોકલી દેવામાં આવે છે. તે અમુક પ્રોસેસ થયા પછી બજારમાં આવતી હોય છે અને જેવી વસ્તુ તેવા ભાવમાં વેચાય છે. પરંતુ દુનિયાની સૌથી મોંઘી કોફી કોપી લુવાક બનવવાની રીત બિલકુલ અલગ છે. તેને બનાવવાની રીતના કારણે તેનો ભાવ બીજી કોફીથી વધારે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ઇન્ડોનેશિયામાં કોપી લુવાક કોફીના ફળને પામ સિવેટ નામની બિલાડીને ખવડાવીને બનાવવામાં આવે છે. તેમ છતાં પણ લોકો એટલા દીવાના છે કે બીજી જગ્યાએ જવાના બદલે અહીં આવે છે. જાણો તેને બનાવવાની રીતને.
માણસ સ્વાદ માટે જેટલું પણ કરે તેટલું ઓછું છે. કોપી લુવાકના કોફી ના ટેસ્ટ માટે લોકો જે રીતે પૈસા ખર્ચી રહ્યા છે તે જાણીને તમને પણ યોગ્ય લાગશે. આ કોફીને બનાવવા માટે ઇન્ડોનેશિયામાં મળી રહેતી લાલ કલરની બેરી ને પામ સિવેટ નામની બિલાડીને ખવડાવામાં આવે છે. પરંતુ નવાઈ એ છે કે બિલાડી આ બેરીના બીજને પચાવી નથી સકતી. તેવામાં તે બેરીના બીજને તેના મળ દ્વારા પેટમાંથી ભાર નીકાળી દે છે.
પછી આ બીજને સારી રીતે ધોઈને સુકવી દેવામાં આવે છે અને આ બીજને આપણે કોપી લુવાક ના રૂપે ઉપયોગ કરીએ છીએ. હકીકતમાં આ કૉફિને અંતિમ રૂપ આપવામાં જે રીતની અઘરી રીત અપનાવામાં આવે છે તે જોતા આ કોફીનું મોંઘુ હોવું વ્યાજબી લાગે છે.
આ કોફીને બનાવવાની રીત જોઈને તમને નવાઈ લગતી હશે. પણ આ કોફી આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે. આ કોફીને પીવાથી શરીરની પાચનક્રિયા સારી રહે છે. જેનાથી પેટ સારું રહે છે. આ કોફીના સેવનથી હાઇપરટેન્શન જેવી બીમારીઓથી બચી શકાય છે.