કોરોનએ આજે વિશ્વમાં ખુબ મંદી ઉભી કરી છે.ઘણા લોકોના ધંધો રોજગાર છીનવાઈ ગયોછે.લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા છે ઘણા બાળકો એ પોતાના માતા પિતાની છત છાયા ગુમાવી છે. બાળકો અનાથ થયા છે. કોરોના લીધે લોકોને પોતાનું ઘર સારી નોકરી ગુમાવી છે.પણ ઘણા લોકો એવા હોય છે જે કદી હાર માનતા નથી પોતાની મહેનત થી પાછા પોતાના પગ ઉપર ઉભા થઇ જાય છે. તેવુંજ એક ઉદાહરણ આજે હું તમને આપીશ જેમને લોકડાઉનમાં પોતાની નોકરી ગુમાવી આજે એક સારો નાનો ધંધો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.
અમુક વાર જીવનમાં અણધારી મુસીબત આવતી હોય છે.જેના લીધે આપણું બધું છીનવાઈ જતું હોય છે.પણ તે પરિસ્થિતો સામનો કરીને તેમાંથી બહાર આવવું જોઈએ દિલ્હીમાં રહેતા કરણ સાથે કંઈક આવ્યું બન્યું હતું જેમને કોરોના મહામારી ના સમયે પોતાની નોકરી અને ઘર બંને ગુમાવ્યા પડ્યા હતા આજે તે પોતાની સસરાની ગાડીમાં રાજમાં ચાવલ વેચીને પોતાનું જીવન ગુજારે છે.
કોરોના એ લોકોનું ઘણું બધું લૂંટી લીધું લોકોએ પોતાની નોકરી ગુમાવી એક અમય એવો હતો જયારે લોકોને પૈસાની અને દવાની ખુબ જરૂર હતી. કરણ એક ડાઇવરની નોકરી કરતો હતો તે પણ તેમને ગુમાવી પડી હતી તેમને બીજે નોકરી મળતી નહતી
જેવું લોકડાઉન આવ્યું કે તરતજ તેમના માલિકે તેમને નોકરી માંથી કાઢી મુક્યા અને જે ઘર તેમને રહેવા માટે આપ્યું હતું તે પણ ખાલી કરવાની ફરજ પડી હતી એક જ રાતમાં કરણનું ઘર પણ ગયું અને નોકરી પણ ગઈ આવાત ની ખબર પડતાની સાથે કરણ અને તેમની પતિ ખુબ ચિંતામાં આવી ગયા કરના ઘરમાં નોકરી સિવાય બીજો કોઈ કમાણીનો સ્ત્રોત નહતો.
તેમને બીજે નોકરી માટે ઘણા પ્રયત્નો કર્યા પણ કરણને બીજે નોકરી મળતી નથી. તેમના સગા સંબંધી એ પણ પોતાના હાથ ઊંચા કરી દીધા છેવટે કરણના સસરા એ મદદ માટે હાથ લંબાવ્યો કરણ પોતાની સાસરીમાં થોડા સમય માટે રોકાય છે.તેમના સસરા તેમની ગાડી કરણને આપે છે.
કરણ અને તેમની પત્ની ખુબ વિચર્યા પછી એક નિર્યણય ઉપર આવે છે. તે નક્કી કરે છે કે હવે આ ગાડી માંથી ધંધો ચાલુ કરી પોતાનું ગુજરાન ચલાવશે આજે પતિ પત્ની છેલ્લા 6 મહિનાથી ગાડીમાં રાજમાં ચાવલ વેચે છે અને નોકરીમાં જે પગાર હતો તેનાથી વધારે કામની કરી લે છે