કોરોના વાયરસ ની બીજી વેવ ધીમે – ધીમે મંદ પડી રહી છે. દૈનિક કેસ પણ ઘટી રહ્યા છે. ઉત્તરપ્રદેશ , ઉત્તરાખંડ જેવા રાજ્ય માં પ્રવાસીઓ કોવીડ ગાઈડલાઇન્સ નો ભંગ કરતા જોવા મળ્યા છે. એવામાં કેન્દ્રીય સચિવ અજય ભલ્લા એ જે તે રાજ્ય ની સમીક્ષા કરી છે. રાજ્ય સરકાર તરફ થી હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળ માં કોરોના ને રોકવા લેવાયેલા પગલાંઓ અંગે ચર્ચા કરી હતી.
કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના સાથે જોડાયેલી પાંચ ફોલ્ડ સ્ટ્રેટેજી નું પાલન કરવા કહ્યું છે. આ બેઠક દરમિયાન ગોવા, હિમાચલ પ્રદેશ, કેરળ , મહારાષ્ટ , રાજસ્થાન , તામિલનાડુ ,ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્ય માં કોરોનની સ્થિતિ નું મેનેજમેન્ટ અને વેક્સીન ઝુંબેશ અંગે ઊંડી ચર્ચા કરવામાં આવી હતી. દરેક રાજ્યે માસ્ક , સોશ્યિલ ડિસ્ટન્સ અને નક્કી કરેલા ચોક્કસ પ્રોટોકોલ નું પાલન કરાવવું જોઈ એ . એવું જોવા મળ્યું છે કે જુદા – જુદા રાજ્ય માં બીજી વેવ માં કેસ ઘટી રહ્યા છે. પોઝિટિવ રેટ ઓછો આવી રહ્યો છે. બીજી તરફ કેરળ, રાજસ્થાન, મહારાષ્ટ , તામિલનાડુ , પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશ માં પોઝિટિવ રેટ ૧૦% થી વધારે છે. આ એક ચિંતાજનક વિષય છે.
સરકારે ફ્રાઈવ ફ્રોલ્ડ સ્ટ્રેટેજી ટેસ્ટ , ટ્રેક , ટ્રીક , વેક્સીનેટ અને કોવીડ એપ્રોપીએટ બિહેવિયોઉર ને ફોલ્લૉ કરવા માટે સલાહ આપી છે. ગૃહ મંત્રાલય તારીખ ૨૯ જૂન ના રોજ આ મુદ્દે કેટલાક આદેશ જાહેર કર્યા હતા. આ ઉપરાંત ધીમી ગતિએ વધી રહેલા કેસ સામે લડવા માટે પ્રયાપ્ત આરોગ્યલક્ષી આંતરમાળખું તૈયાર કરવા સલાહ આપી છે. જોકે છૂટછાટ મળતા પ્રવાસન સ્થળે મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા છે.