મહેસાણા જિલ્લા પંચાયતના ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણનો જીલ્લા પંચાયત ના પ્રમુખ દ્વારાશુભારંભ કરાયો

Uncategorized

મહેસાણા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના 90 હજાર જેટલા બાળકોને કોર્બેવેક્સ વેક્સીનની રસી અપવા માં આવશે આરોગ્ય અધિકારી
મહેસાણા જીલ્લા ખાતે ૧૨ થી ૧૪ વર્ષના વયના બાળકોને કોરોના વેક્સીનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાના પ્રારંભ કરાયેલ રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન મુજબ અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાકક્ષાએ યોજાયેલા વેકશીન અભિયાનનો પ્રારંભ મહેસાણા શહેરની પ્રાથમિક શાળા નંબર 06 થી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર ના હસ્તે કરવામાં આવ્યો હતો.


આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમારે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના એકપણ બાળક કોરોના પ્રતિરોધક રસીથી વંચિત ન રહે તે હેતુસર આરોગ્ય તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં વધુ ઉમેરતા જણાવ્યું હતું કે ૧૨ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકોને રસી લઇ લેવાની સાથે પાત્રતા ધરાવતા અન્ય બાકી રહી ગયેલા લોકોને પણ સમયસર રસી લઇ લેવા અને જિલ્લા આરોગ્ય વિભાગના કરેલ આયોજન થકી લોકોને સમયમર્યાદામાં વેક્સીનેશનની રસી આપવા માટે સુચન કરવામાં આવ્યું હતું.

જ્યારે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના ૧૨ થી ૧૪ વર્ષની વયના કુલ-90 હજાર જેટલા બાળકોને આ અભિયાન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવા માં આવ્યો છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સરકારની જાહેર કરેલ માર્ગદર્શિકા મુજબ તબક્કાવાર વેક્સીનેશન ચાલુ રાખવા માં આવશે અત્યારે ૧૨ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકોને પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે.

૧૫ થી ૧૮ વર્ષના વયજૂથના કિશોરોને કોવિડ-૧૯ ની વેક્સીન આપવા ઉપરાંત ૬૦ વર્ષથી વધુ વયના સિનીયર સિટીઝનને પણ વેક્સીનનો બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. જયારે કારોબારી સમિતિના ચેરમેન હરીભાઇ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના વિવિધ સેન્ટરો ખાતેથી ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકોને કોર્બેવેક્સ વેક્સીનેશનની રસી આપવામાં આવી રહી છે. બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી રસી લઇ રહ્યાં છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ જે બાળકોએ રસી લીધી હોય તેમનું સતત ફોલઅપ પણ કરી રહયા છે.

પ્રારંભ કરાયેલા વેકશીન નો કાર્યક્રમ નો રાજ્યવ્યાપી અભિયાનમાં જિલ્લાના તમામ ૧૨ થી ૧૪ વર્ષની વય ધરાવતા બાળકોએ પ્રથમ ડોઝ લઇ ૨૮ દિવસ બાદ સમયસર નજીકના કેન્દ્ર પર રસીનો બીજો ડોઝ પણ લઇ લેવા અપીલ કરવા માં આવી છે કોરોના કાળ રસીકરણ ની શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર અને આરોગ્ય કર્મીઓ ને ઉપસ્થિત મહાનુભવો ના હસ્તે પ્રમાણ પત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લાના,તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓએ આશા બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોને,શિક્ષકો તેમજ આરોગ્ય કર્મીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *