ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, જાણો તેની માહિતી

trending

સરકારે દેશી ગાય નિર્ભર પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂત જોડે દેશી ગાય હોવી જરૂરી છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઠરાવ અનુસાર દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અનુસાર ૨૦૨૧-૨૨ માટે ઓનલાઇન આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવમાં આવ્યું છે. પરીપત્ર મુજબ દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસરૂ. ૯૦૦ એટલે કે વાર્ષિક અંકે રૂ. ૧૦,૮૦૦ મળવા પાત્ર છે.

અરજી કરવાની તારીખ :- ૩૦/૦૯/૨૦૨૧
અરજી કરવાની છેલ્લી તારીખ :- ૧૯/૧૦/૨૦૨૧

આપણે અરજી કરવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, ચાલો જાણીએ
૧. આધાર કાર્ડ
૨. રાશન કાર્ડ
૩. બેંક પાસબુક
૪. ૮ -અ નો ઉતારો
૫. ગાય ને લગાવેલ ટેગ નમ્બર ( પીળા કલર માં હોય છે તે) ફરજીયાત

  • > ઓનલાઇન આઈ ખડૂત પોર્ટલ પર જાતે પણ ફોર્મ ભરી શકો છો.
  • > ગામના VCE પાસે
  • CSC સેન્ટર / સાઇબર કેફ ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. ગાય આધારિત સંપૂર્ણ ખેતી કરતા હોય એનેજ આ સહાય આપવાનો નિર્ણય કર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *