ભારતીય ક્રિકેટ ટીમનો પ્રખ્યાત ખેલાડી ઋષભ પંત વહેલી સવારે કાર અકસ્માતમાં બચી ગયો હતો. રિષભના અકસ્માતની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ભયંકર હતો.
રિષભની કાર ડિવાઈડર સાથે અથડાઈને રોડની બીજી બાજુએ પલટી ગઈ અને તરત જ કારમાં આગ લાગી ગઈ.જો કે સારી વાત એ છે કે રિષભ કાચ તોડીને કારમાંથી બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન તેને ઘણી ઈજાઓ પણ થઈ છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માત બાદ રિષભ પંતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જણાવ્યું હતું કે ઝોકને કારણે તેનું સંતુલન બગડ્યું હતું અને તેની કારને અકસ્માત થયો હતો. પરંતુ હવે આ મામલે એક નવો ખુલાસો પણ સામે આવ્યો છે.કાર અકસ્માતમાં ઘાયલ ક્રિકેટર ઋષભ પંતને રાજધાની દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પાંચ નિષ્ણાત તબીબોની ટીમ પંતની સારવાર કરી રહી છે. આ ટીમમાં સર્જન, ઓર્થોપેડિક સર્જન સહિત અનેક નિષ્ણાત તબીબોનો સમાવેશ થાય છે. હોસ્પિટલ મેનેજમેન્ટ પરિવારના સભ્યો અને BCCI સાથે સીધી સારવાર સંબંધિત માહિતી શેર કરી રહ્યું છે.
દરમિયાન DDCAના અધિકારીઓ આજે મેક્સ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે પંતની સારવાર માટે ભારતના શ્રેષ્ઠ ડોક્ટરોની સલાહ લેવામાં આવી રહી છે.