દરેક માણસ ના જીવનમાં ઉતાર ચડાવ તો આવતા જ રહેતા હોય છે. પરંતુ અમુક લોકોના જીવનમાં તો જાણે દુઃખ એ ઘર કરી લીધું હોય એવું લાગતું હોય છે. કંઇક ને કંઇક સમસ્યાઓ આવતી જ રહેતી હોય છે.
અમુક લોકો તો એવા પણ હોય છે કે જેમને બહુ ઓછું સુખ પ્રાપ્ત થતું હોય છે આના કરતા તો દુઃખ વધારે મળતું હોય છે. ભગવાન શિવને આખા બ્રહ્માંડના ગુરુ માનવામાં આવે છે જેથી જેના પર ભગવાન શિવની કૃપા બની રહે છે તે લોકોના જીવનમાં હંમેશા સુખ બની રહેતો હોય છે.
આપણા જીવનમાં આપણે નખતો કાપતા જ હોઈએ છીએ અઠવાડિયામાં એક કે બે અઠવાડિયામાં આપણે બધા આપણા નખ કાપતા હોઈએ છીએ નખમાં એક પ્રકારની ઊર્જા રહેલી હોય છે જે ઘણા લોકો જાણતા હોતા નથી.
નખ અને વાળ નો સમાવેશ તંત્રમાં પહેલાના સમયથી થાય છે. કારણકે નખ અને વાળ માં માણસની ઊર્જા રહેલી હોય છે. જો તમારા જીવનમાં લાંબા સમયથી બીમારી ચાલી રહી હોય અને તમારા શરીરમાં ઘર કરી ગઇ હોય તમને શત્રુઓ હેરાન કરી રહ્યા હોય તમારા જીવનમાં દુઃખ એટલું વધી ગયું હોય છે કે બીજું કોઈ પણ કામ સારી રીતે થતું ના હોય.
જો તમને કોઈ પણ કામ કરવાની ઇચ્છા ના થતી હોય તો સમજી લેવું કે તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા આવી ગઈ છે. નકારાત્મક ઊર્જા અને બીમારીઓ થી છુટકારો મેળવવા માટે તમારા નખને તમારે રવિવારે કાપવા ભૂલથી પણ મંગળવાર અને શનિવારે નખ ન કાપવા જોઈએ.
હાથ પગ બંનેની આંગળીઓના નખ કાપી તમારે ૪૧ વખત તમારા ઉપર ઉતારી તમારે રવિવાર કે બુધવાર બંને માંથી એક વારે નખ કાપી તમારે આ સૂર્ય આથમતો હોય ત્યારે તમારે તમારી ઉપર કાપેલા નખને 41 વખત ઉતારીને સળગતી અગ્નિમાં નાખી દેવા અને તેને એકદમ રાખ કરી દેવા જેથી તમારી નકારાત્મક ઉર્જાનો અને બિમારીઓનો અંત આવી જતો હોય છે.